DAHODDAHOD CITY / TALUKO

દાહોદમાં ફોરેસ્ટ વિભાગમાં વોચમેન તરીકે કામ કરતા શ્રમિકોના શોષણના ગંભીર આક્ષેપોને લઈ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું

તા.૨૭.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં ફોરેસ્ટ વિભાગમાં વોચમેન તરીકે કામ કરતા શ્રમિકોના શોષણના ગંભીર આક્ષેપોને લઈ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને સાગટાલા વન વિભાગમાં કામ કરતા આઉટસોર્સિંગના રોજમદારો સાથે ગંભીર શોષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ​મહિનાના ૩૦ દિવસ કામ કરાવીને માત્ર ૧૫ દિવસનો પગાર આપવાના ગંભીર આક્ષેપો સાથે આજે મોટી સંખ્યામાં શ્રમિકોએ કલેક્ટર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા.દાહોદ જિલ્લામાં ફરી એકવાર ગરીબ શ્રમિકોના શોષણનો મુદ્દો ગરમાયો છે. દેવગઢ બારિયા અને સાગટાલા રેન્જમાં જંગલની રક્ષા કરતા વન વોચમેનોના પગાર ઉપર કટોત્રી થતી હોવાના ગંભીર આક્ષેપ થયા છે.પંચમહાલ જિલ્લા પરિવર્તન કામદાર મંડળના બેનર હેઠળ આજે મોટી સંખ્યામાં રોજમદારો દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને આવેદનપત્ર આપી માનદવેતનમાં ન્યાયની માંગ કરવામાં આવી હતી.યુનિયનના પ્રતિનિધિઓ અને શ્રમિકોનો લેખિતમાં આક્ષેપ છે કે, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યભરમાં વન વોચમેનો માટે માસિક આશરે ૧૩ હજાર રૂપિયાથી વધુ પગાર આપવાનો પરિપત્ર જાહેર કરાયો છે. તેમ છતાં, એજન્સી અને સ્થાનિક તંત્ર દ્વારા સરકારશ્રીના લઘુત્તમ વેતન અધિનિયમ ૧૯૪૮ ના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. શ્રમિકો પાસે આખો મહિનો, એટલે કે ૩૦ દિવસ કામ કરાવીને માત્ર ૬,૬૨૫ રૂપિયા જ ખાતામાં જમા કરવામાં આવે છે કાયમી રોજમદારો જેવી જ આકરી મહેનત કરાવવા છતાં આ શ્રમિકોને નથી મળતું સમાન કામ સમાન વેતન ​નથી અપાતા આઈ-કાર્ડ, હાજરી કાર્ડ કે પગાર સ્લીપ.​નથી મળતી અઠવાડિયિક રજા કે નથી અપાતું દિવાળી બોનસ.​અને પગાર પણ ૧ થી ૧૦ તારીખમાં ચૂકવવામાં આવતો નથી.​અગાઉ નાયબ વન સંરક્ષક દેવગઢ બારિયા સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, આખરે આ ગરીબ શ્રમિકોએ કલેક્ટરને રજુઆત કરી હતી આવી મોંઘવારીમાં દિવસના ૨૦૦ રૂપિયા પણ પૂરા ન મળે, તો ગરીબ પરિવાર પોતાના બાળકોનું ભરણપોષણ કેવી રીતે કરે? સરકારના પરિપત્રો કાગળ પર રહી જાય છે અને વચેટિયા-એજન્સીઓ શ્રમિકોનો પરસેવો ચૂસી રહી છે તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!