DAHODDAHOD CITY / TALUKO

દાહોદજિલ્લા કલેકટરની અધ્ય્ક્ષતા હેઠળ અને નીતિ આયોગ દિલ્હીની ટીમ દ્વારા “નીતિ તારા ટુલકીટ ટ્રેનીંગ પ્રોગ્રામ” વિષય અન્વયે એક દિવસીય વર્કશોપ યોજાયો

તા.૦૧.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા કલેકટર સુરભી ગૌતમની અધ્ય્ક્ષતા હેઠળ અને નીતિ આયોગ દિલ્હીની ટીમ દ્વારા “નીતિ તારા ટુલકીટ ટ્રેનીંગ પ્રોગ્રામ” વિષય અન્વયે એક દિવસીય વર્કશોપ યોજાયો

દાહોદ કલેકટર સુરભી ગૌતમની અધ્ય્ક્ષતા હેઠળ અને નીતિ આયોગ દિલ્હીની ટીમ દ્વારા “નીતિ તારા ટુલકીટ ટ્રેનીંગ પ્રોગ્રામ” વિષય અન્વયે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ દરમ્યાન જિલ્લા આયોજન અધિકારી એ.બી.ગોહિલ, સંશોધન અધિકારી મનોજ નાયક, ABP FELLOW નિર્મલ રાઠોડ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ દરમ્યાન દિલ્હીથી આવેલ નીતિ આયોગના માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા નીતિ આયોગ હેઠળ નીતિ તારા વિશે પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. પીપીટી થકી પણ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરીને નીતિ તારાના સહયોગ વડે એસ્પીરેશનલ ઈન્ડીકેટર્સ અંગે માહિતી કઈ રીતે મેળવી શકાય એ અંગે સમજુતી આપવા સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.NITI TARA (વિકસિત ભારત માટે) NITI TARA એ ‘Toolkit for Analysis, Review & Action’ (વિશ્લેષણ, સમીક્ષા અને કાર્યવાહી માટેની ટૂલકિટ) નું ટૂંકું નામ છે. તે ‘વિકસિત ભારત’ ના વિઝનને સાકાર કરવા માટે તૈયાર કરવામાં આવી છે.મુખ્ય વિગતો:નીતિ ફોર સ્ટેટ્સ પ્લેટફોર્મ (NITI For States Platform): આ પહેલ ભારત સરકારના ‘સ્ટેટ સપોર્ટ મિશન’ (State Support Mission) અંતર્ગત શરૂ કરવામાં આવી છે મુખ્ય સૂત્ર (Tagline):”Where Insights meet Ation – Anytime, Anywhere” (જ્યાં આંતરદૃષ્ટિ અને કાર્યવાહીનો મેળ થાય છે – ગમે ત્યારે, ગમે ત્યાં).ઉદ્દેશ્ય અને સુવિધાઓ:તે એક પોર્ટેબલ, ઇન્ટરનેટ-સંચાલિત અને ઓલ-ઇન-વન (બધી સુવિધાઓ ધરાવતું) ગવર્નન્સ સોલ્યુશન છે. આ પ્લેટફોર્મ ડેટા, પ્લાનિંગ ટૂલ્સ (આયોજનના સાધનો) અને સહયોગી સમીક્ષા કરવાની ક્ષમતાઓને સીધા જ જિલ્લા (districts) અને બ્લોક (blocks) સ્તર સુધી પહોંચાડે છે. આ ટૂલકિટ સ્થાનિક સ્તરે વહીવટને વધુ મજબૂત, પારદર્શક અને ડેટા-આધારિત બનાવવામાં મદદ કરે છે.આ દરમ્યાન નીતિ આયોગની ટીમ જેમાં અન્ડર સેક્રેટરી વિક્રમ સિંહ નેગી, પબ્લિક પોલીસી સ્પેશિયાલીસ્ટ હેમાંગ ચુડાસમા, એડીપી ટીમના વાયપી રોન્ઝા શેરીફ, એનએફએસ પીએમયુ કન્સલ્ટન્ટ સિદ્ધાર્થ વર્મા, એએસઓ અરવિંદ કુમાર તેમજ માસ્ટર્સ ટ્રેનર્સ અને ટેકનીકલ એન્જીનીયર ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!