દાહોદમાં બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે ચોથા સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન

તા.૧૦.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે ચોથા સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન
સમાજમાં ફિજુલખર્ચી ઘટાડવા અને આર્થિક પ્રગતિના હેતુથી અનોખી પહેલ, દાતાઓએ આપ્યો ઉત્સાહભર્યો સહયોગ દાહોદ સ્થિત બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દ્વારા આગામી રવિવાર તા.૧૦ મે ૨૦૨૬ના રોજ ચોથા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું . આ સમૂહલગ્ન સમારોહ સવારે ૯:૩૦ થી બપોરે ૨:૦૦ કલાક દરમિયાન સમાજ ભવન ખાતે યોજાયો, જેમાં દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજના અનેક પરિવારો ભાગ લીધો.આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે થતા નિરર્થક ખર્ચાઓ ઘટાડવા, સમય અને નાણાંની બચત કરવા તેમજ સમાજની સામાજિક અને આર્થિક પ્રગતિને વેગ આપવા હેતુસર છેલ્લા ચાર વર્ષથી સતત સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજ ભવન મેનેજમેન્ટ દ્વારા સમાજજનોને આ સમારોહમાં તન-મન-ધનથી સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો અને દાતાશ્રીઓ દ્વારા યથાશક્તિ નાણાંકીય યોગદાન આપવામાં આપવામાં આવ્યું હતું. જેમાં રાજેશભાઈ વસાવે દ્વારા રૂ.૫૦,૦૦૦નું મુખ્ય યોગદાન આપવામાં આવ્યું હતું. ઉપરાંત અમરભાઈ મકવાણા, બી.બી. વહોનિયા, સી.આર. સંગાડા, ડો. કે.આર. ડામોર, સામજીભાઈ કામોળ, રમેશભાઈ શેલોત, જાગૃતિબેન પારગી, અર્જુનભાઈ બારીઆ, રૂપેશભાઈ ગરોડ, ડો.અનીલ બારીઆ સહિત અનેક દાતાઓએ સહયોગ આપ્યો હતો.કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે સહ-કન્વિનર અમરભાઈ મકવાણા (મો.૯૯૦૯૪૭૨૮૯૨) તથા યોગદાન માટે મેનેજર સંદિપભાઈ ભુરિયા (મો.૯૯૭૮૦૪૭૯૩૭) નો સંપર્ક કરવા જણાવાયું હતું.





