DAHOD

દાહોદ તાલુકાના ગામથી એક જાગૃત નાગરિકને 17 વર્ષીય કિશોરી રાત્રી જોવા મળતા જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇનની મદદ લઇ ઘર સુધી પહોંચાડી

તા.૧૮.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના ગામથી એક જાગૃત નાગરિકને 17 વર્ષીય કિશોરી રાત્રી જોવા મળતા જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇનની મદદ લઇ ઘર સુધી પહોંચાડી

ત્યારબાદ જાગૃત વ્યક્તિએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે તેઓ રાત્રે ત્રણ વાગ્યે કે તેઓના કામથી પરત ફરતા રસ્તામાં એક રીક્ષા ચાલક જોડે એક 17 વર્ષીય કિશોરી ત્યાં તેઓને ગભરાયેલી હાલતમાં મળી આવેલ હતા જેથી પીડિત બહુ ડરી ગયેલ હતી જેથી તેઓએ કાઉન્સેલિંગ માટે 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. ત્યારબાદ પીડિતા એ જણાવેલ કે તેઓ ખંભાળિયા ગામથી તેઓના વતનમાં પરત ફરી હતી અને તેઓ બસ સ્ટેશન પર બેઠા હતા અને રાત્રે ત્રણ વાગ્યે  તેઓના ગામમાં જવા માટે એક રીક્ષા ચાલકની રિક્ષામાં બેઠા હતા તેઓ રીક્ષામાં એકલા જ હતા અને રીક્ષા ચાલક તેઓ જોડે ખરાબ વ્યવહાર કરતો હતો તો અને તેઓને તેમના ઘરે પહોંચાડવાના બદલે અડધા રસ્તે લઈ જઈ રીક્ષા ઉભી રાખેલ હતી તેવામાં એક જાગૃત વ્યક્તિ ત્યાં પહોંચતા રીક્ષા ચાલક ભાગી ગયો  જેથી જાગૃત વ્યક્તિ ત્યાંથી પીડિતાને લઇ અને સેફ જગ્યાએ લઇ જય અને 181 મહિલા હેલ્પલાઇનમાં જાણ કરેલ ત્યાર બાદ પીડિતા ને તેમનું સરનામું જાણી અને તેમને તેમના મમ્મીને ફેમેલી હેન્ડઓવર કરી હતી અને તેમની મમ્મીને ને જણાવેલ કે આમ છોકરીને એકલી રાત્રી સમયે એકલા ના મોકલાય જેથી પીડિતા એ પણ તેમની દીકરી ને સુરક્ષિત તેમના ઘરે પહોંચાડતા 181 મહિલા હેલ્પલાઇન નો આભાર માન્યો હતો

Back to top button
error: Content is protected !!