DAHODDAHOD CITY / TALUKO

દાહોદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી: અસહ્ય બફારા બાદ વરસાદ શરૂ 

તા.૦૩.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી: અસહ્ય બફારા બાદ વરસાદ શરૂ

દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને અસહ્ય અકળામણ તેમજ બફારા બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે વાતાવરણમાં પલટો અને ઠંડક:દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ગરમી અને અકળામણ સહન કરી રહ્યા હતા.આજે વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. બપોર થતાં થતાં જ વાતાવરણમાં પલટો આવ્યો અને ગરમીના પ્રકોપ વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. વરસાદી ફૂવારા શરૂ થતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. તાલુકાઓમાં શરૂ થયો વરસાદ દાહોદ જિલ્લાના સંજેલી, દેવગઢ બારીઆ તેમજ દાહોદ ગ્રામ્ય અને તાલુકા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ આ વિસ્તારોમાં વરસાદ પડતાં રસ્તાઓ ભીના થયા છે અને વાતાવરણ આહલાદક બની ગયું છે પગલે સૌથી વધુ ખુશી ધરતીપુત્રોમાં જોવા મળી રહી છે. કૃષિ કાર્ય માટે આ વરસાદ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વરસાદની ધમાકેદાર શરૂઆત થતાં જ ખેડૂતોના ચહેરા પર સ્મિત આવી ગયું છે. જો કે, હજુ પણ વાવણી લાયક અને સારો વરસાદ થાય તે માટે દાહોદ જિલ્લાના જગતના તાત (ખેડૂતો) ભગવાનને મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે

Back to top button
error: Content is protected !!