DAHODDAHOD CITY / TALUKO

દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.૦૮.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિની બેઠક યોજાઈ

દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક માનનીય જિલ્લા શિક્ષણાધિકારી ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના શૈક્ષણિક તથા વહીવટી પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.બેઠકમાં સંચાલક મંડળ, આચાર્ય સંવર્ગ, માધ્યમિક સંવર્ગ, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ તથા વહીવટી સંવર્ગના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લાના વિવિધ સંકુલોના કન્વીનરશ્રીઓએ પણ હાજરી આપી હતી.બેઠક દરમિયાન શાળાઓને લગતા વિવિધ પ્રશ્નો, શિક્ષણની ગુણવત્તામાં વધારો, કર્મચારીઓની વહીવટી સમસ્યાઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે જરૂરી આયોજન અંગે રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ પ્રશ્નોના સમયબદ્ધ અને યોગ્ય નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સંકલનથી કાર્ય કરવાની બાબતે સહમતી વ્યક્ત કરવામાં આવી.જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે તમામ સંવર્ગોના પ્રતિનિધિઓએ પરસ્પર સહયોગ અને સંકલન સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

Back to top button
error: Content is protected !!