DAHOD

દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા બળાત્કારી આચાર્યનું પૂતળું બાળી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

તા.૨૪.૦૯.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા બળાત્કારી આચાર્યનું પૂતળું બાળી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

આજ રોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા સિંગવડ તાલુકાના માસી તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 01 માં અભ્યાસ કરતી દીકરી પર બળાત્કાર કરવાની કોશિશમાં શાળાના આચાર્ય દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હતી.એ હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે સીંગવડ તાલુકાના બળાત્કારી આચાર્યને દાખલારૂપ સજામાં જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે
ન્યાય આપો ન્યાય આપો અત્યાચાર કરનાર નેં ફાંસી આપોના નારા સાથે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ દાહોદ ખાતે બળાત્કારી આચાર્યનું પૂતળાં દહન કરવામાં આવ્યું. અને બાઈક રેલી કાઢી કલેકટર દાહોદને આવેદન પત્ર આપવામાં આવ્યું.તથા ગુનેગાર હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી.

વિશેષમાં કલેક્ટર અને આર.ટી.ઓ ને વિનંતી કરવામાં આવી કે જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં જે ગાડીઓને કાળી ફિલ્મ લગાવવામાં આવી હોય એ સત્વરે દૂર કરવામાં આવે અને મોટી રકમનો દંડ વસૂલ કરવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી

Back to top button
error: Content is protected !!