દેવગઢ બારીયા તાલુકા એક ગામમાંથી પીડિત બેનને જેઠ નશો કરેલી અને સાસુ અપશબ્દો બોલીને મારકૂટ કરતા લીમખેડા અભયમ મદદે
તા.૧૦.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De:bariya:દેવગઢ બારીયા તાલુકા એક ગામમાંથી પીડિત બેનને જેઠ નશો કરેલી અને સાસુ અપશબ્દો બોલીને મારકૂટ કરતા લીમખેડા અભયમ મદદે
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા એક ગામમાંથી એક બેને કોલ કરીને જણાવેલ કે મારા જેઠ નશો કરેલી હાલતમાં આવીને મને અને મારા સાસુ અપશબ્દો બોલીને મારકૂટ કરવા માટે આવે છે. અને કહે છે. મારી સાસુને પેન્શન આવે છે. તો મને કેમ આપતાં નહિ અને પૈસા નહિ આપવા હોય તો પાસબુક આપી દો એવું કહે છે અને મારી સાસુને જમવાનું પણ આપતાં નથી ને હેરાન કરે છે 181 મહિલા હેલ્પ લાઈન માં કોલ કરીને મદદ માંગી 181 ની ટીમ સ્થળ પર પહોંચી અને પીડિતા બેનના જેઠ સાથે અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકિય માર્ગદર્શન આપ્યું. પેન્શન માંટે આવા ઝગડા કરી હેરાન નહિ કરાય અને આપડે જાતે મહેનત કરી ને આપની રોજગારી પૂરી કરવાની હોય બીજાં કોઈના સહારે જિંદગી જીવવાની ના હોય અને વૃદ્ધ માતા ને મારકૂટ નહિ કરાય.આમ 181 ટીમ દ્વારા તે વિષે સમજ આપતાં પીડિતા બેનના જેઠ ને પોતાની ભૂલ સમજાઈ અને તેમને બાહેધરી આપી કે મારા મમ્મી અને વહુને અપશબ્દો નહિ બોલું મારકૂટ પણ નહીં કરું. તેમની ભૂલો અહેસાસ કરાવવા માંટે સાચી સલાહ આપવા તેમજ સમયસર મદદ પહોચાડવા બદલ પીડિતા બેને 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો