KALOL(Panchamahal)PANCHMAHAL

વાત્સલ્યમ્ સમચાર ઈફેક્ટ:ભાદરોલી અંડર ગ્રાઉન્ડ નાળા ની તાલુકા પંચાયત પ્રમુખે મુલાકાત કરી.

તારીખ ૨૯/૦૬/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલૂકા ના ભાદરોલી બુઝર્ગ ગ્રામ પંચાયત નાં રામપુરી ફળીયા મા જતા દિલ્હી મુંબઈ રોડ આવેલ છે ત્યા નીચેથી અવરજવર કરવા માટે અંડર ગ્રાઉન્ડ નાળુ બનાવ્યું છે જ્યા આસપાસના ખેતરો માથી આવેલ પાણી આ નાળા મા ભરાઈ જાય છે. તેમજ રામપુરી જવા ના મુખ્ય રોડ પર ખુબ જ પાણી ભરાઈ જાય છે જેથી કરીને સ્કૂલમા જતા માસુમ બાળકો અને ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે તેવો અહેવાલ વાત્સલ્યમ્ સમચાર માં પ્રસિદ્ધ થયા બાદ તરતજ કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર ગ્રામ પંચાયત ના સરપંચ અને ગ્રામજનો ની હાજરીમા મુલાકાતે આવ્યા હતા અને નાળા ની સ્થળ સ્થિતી નો અભ્યાસ કરી જીલ્લા ક્ક્ષાએ રજુઆત કરી આ પ્રશ્નનો ઉકેલ લાવવા રજુઆત કરી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!