DAHODDAHOD CITY / TALUKO

ધારાસભ્યના પિતાએ નોકરી માટે માંગ્યા 17 લાખ !!! સ્ટિંગ વીડિયો જાહેર

ગુજરાત: શિક્ષકોની ભરતીમાં કૌભાંડને લઈને દાહોદમાંથી ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આરોપ કરાયો છે કે આશ્રમશાળાનાં ટ્રસ્ટી દ્વારા શિક્ષકની ભરતી માટે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જેને લઈને યુવરાજસિંહ જાડેજાએ એક સ્ટિંગ વીડિયો જાહેર કર્યો છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા શિક્ષકોની ભરતીમાં કૌભાંડને એક સ્ટિંગ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે કે, ‘દાહોદ જિલ્લાનાં ભાઠીવાડા તાલુકામાં આવેલ શ્રી કેદારનાથ આશ્રમ શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં નિયમ પ્રમાણે કેટલાક ઉમેદવારો પસંદગી પણ પામ્યા હતા. પરંતુ, નિમણૂક સમયે પસંદગી પામેલ ઉમેદવારો પાસેથી રૂ.17 લાખની માંગણી કરવામાં આવી હતી. ઉમેદવારો પાસે આશ્રમશાળાનાં ટ્રસ્ટી બચુભાઈ એન. કિશોરી દ્વારા પૈસાની આ માંગણી કરવામાં આવી હતી. માહિતી મુજબ, બચુભાઈ એન. કિશોરી વર્તમાન 132 દાહોદ વિધાનસભાનાં ચૂંટાયેલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનાં પિતા છે. એવો પણ આરોપ છે કે, જ્યારે આશ્રમ શાળા પર તમામ આરોપોની સત્યતા તપાસતા હતા ત્યારે MLA નાં બોર્ડ સાથેની એક ગાડી પણ ત્યાં હજાર હતી.’

યુવરાજસિંહે સરકાર સમક્ષ માંગણી કરતા કહ્યું:

  • અમે એક દાખલા સ્વરૂપ આ ઘટના સામે લાવીએ છીએ, બાકી ભૂતકાળમાં સેંકડો ભરતી આ રીતે થઈ છે. આ પ્રકારની તમામ ભરતીઓ ની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.
  • આ ભરતી બાબતે સરકાર તાત્કાલિક એક્શન લે. સંચાલકને કાયમી માટે બરતરફ કરી એની ઉપર ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરે.
  • બીજી અન્ય શાળાઓમાં પણ તપાસ કરવામાં આવે અને આવા કૌભાંડી, ભ્રષ્ટાચારીઓને દૂર કરવામાં આવે. જ્યાં પણ ક્ષતિઓ કે ત્રુટીઓ છે તેને દૂર કરે.

Back to top button
error: Content is protected !!