DAHOD

સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

તા. ૨૭. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી કાર્યરત છે. જેમાં કેજી -૧/૨ તેમજ ધોરણ -૧ થી ૮ કાર્યરત છે. જેમાં પાયાના શિક્ષણથી રસસભર પ્રવુતિઓ કરાવવામાં આવે છે ત્યારે આજરોજ પ્રાથના સભામાં બાળકોને શાળાના આ. શિક્ષક અશ્વિનભાઈ સંગાડા સાહેબ દ્વારા સ્વચ્છતા વિશે માહિતી આપવામાં આવી હતી. દરરોજ વહેલા ઉઠવું, આજબાજુ ગંદકી કરવી નહિ, હાથ ધોઈને જમવા બેસવું, બહારનું ખાવું નહીં એવી માહિતી આપવામાં આવી હતી. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્વચ્છતા વિશે માહિતગાર કર્યા હતા.

Back to top button
error: Content is protected !!