DAHODDAHOD CITY / TALUKO

દાહોદ અર્બન પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી પરિષદની શપથવિધિ સમારોહ ભવ્ય રીતે યોજાયો

તા.૦૯.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ અર્બન પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી પરિષદની શપથવિધિ સમારોહ ભવ્ય રીતે યોજાયો

અર્બન બેંક પ્રાથમિક શાળા દાહોદ ખાતે શૈક્ષણિક વર્ષ 202627 માટે વિદ્યાર્થી પરિષદ શપથવિધિ નો સમારોહ તારીખ.9. 7.2026 ને ગુરુવારના સવારે 10:30 કલાકે શોધન સમન્વય કેન્દ્રમાં યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી.મુખ્ય શિક્ષિકા જસ્મીનાબેન નીનામા દ્વારા શાબ્દિક સ્વાગત અને મહેમાનશ્રીઓને પરિચય આપવામાં આવ્યો. સમારોહના મુખ્ય મહેમાન કમલેશભાઈ લીમ્બાચીયા પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને આર એન્ડ એલ પંડ્યા હાઈ સ્કૂલના જીવવિજ્ઞાન વિષય ના સિનિયર શિક્ષક નું બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દિવ્યાંગ શર્મા અને શાળા કન્વીનર શ્રી નિલેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષક ધર્મેન્દ્ર કઠાલીયા દ્વારા શાળાનો ચૂંટણી અહેવાલ રજૂ કરવામાં આવ્યો.ત્યારબાદ મુખ્ય મહેમાન કમલેશ લીમ્બાચીયા દ્વારા વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ શાળામાં શિસ્ત, સ્વચ્છતા, સમયપાલન અને જવાબદારી પૂર્વક પોતાની ફરજો નિભાવવાનો સંકલ્પ કર્યો હતો અતિથિ વિશેષ  દિવ્યાંગ શર્માએ વિદ્યાર્થી હોદ્દેદારો અને પ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.મુખ્ય મહેમાન કમલેશભાઈ લીમ્બાચીયા એ પોતાના ઉદબોદનમાં વિદ્યાર્થીઓને નેતૃત્વ,સેવાભાવ અને જવાબદારીના મૂલ્યો સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. આભાર વિધિ શાળાના શિક્ષક ગિરીશ ચૌધરીએ કરી હતી આ સફળ કાર્યક્રમમાં શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સવ પૂર્વક ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!