DAHODDAHOD CITY / TALUKO

દાહોદ સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ સ્માર્ટ સિટી ICCCની શૈક્ષણિક મુલાકાત લીધી

તા.૦૯.૦૭.૨૦૨૭

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ સ્માર્ટ સિટી ICCCની શૈક્ષણિક મુલાકાત લીધી

સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓ માટે દાહોદ સ્માર્ટ સિટી હેઠળ કાર્યરત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સ્માર્ટ સિટીની કાર્યપદ્ધતિ અને નાગરિકોને મળતી વિવિધ સ્માર્ટ સેવાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને સ્માર્ટ સિટી દ્વારા નાગરિકોને મળતી સુવિધાઓ, વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ અને મેનેજમેન્ટ, સિટી સર્વેલન્સ સિસ્ટમ તેમજ ‘ગ્રીન દાહોદ’ મોબાઇલ એપ્લિકેશન અંગે પ્રાયોગિક માહિતી આપવામાં આવી.સ્માર્ટ સિટીના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ICCC મારફતે શહેરના વિવિધ વિભાગોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ, જાહેર સુરક્ષા, સ્વચ્છતા વ્યવસ્થાપન, ટ્રાફિક નિયંત્રણ તથા આપત્તિ વ્યવસ્થાપન જેવી સેવાઓ કેવી રીતે કાર્યરત છે તેની જીવંત રજૂઆત કરવામાં આવી. વિદ્યાર્થીઓએ સ્માર્ટ સિટી ટેક્નોલોજીના વ્યવહારિક ઉપયોગને નજીકથી સમજ્યો અને શહેરના સર્વાંગી વિકાસમાં માહિતી અને સંચાર ટેક્નોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે ઉપયોગી જાણકારી મેળવી.આ મુલાકાતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શૈક્ષણિક મુલાકાતનું આયોજન પ્રોફેસર બી. કે. ચાવડા અને પ્રોફેસર ડૉ. ઇશાક શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતો વિદ્યાર્થીઓના પ્રાયોગિક જ્ઞાનમાં વધારો કરવા ઉપરાંત તેમને આધુનિક ટેક્નોલોજી અને સ્માર્ટ ગવર્નન્સ અંગે વ્યવહારિક સમજણ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે

Back to top button
error: Content is protected !!