DAHODDEVGADH BARIA

જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં દેવગઢ બારિયા ખાતે યોજાયો તાલુકા સ્વાગત કાર્યક્રમ

તા.૨૭.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં દેવગઢ બારિયા ખાતે યોજાયો તાલુકા સ્વાગત કાર્યક્રમ

અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ લાવતા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દેવગઢબારિયા મામલતદાર કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિક્ષક  એ દેવગઢબારિયા મામલતદાર કચેરીએ અરજદારના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નોનો પોલીસ અધિક્ષક દ્વારા સુખદ ઉકેલ લાવવામા આવ્યો હતો.જેમાં અરજદારોએ જમીન માપણી ,પીવાના પાણીના પ્રશ્નો, રસ્તાના સમારકામ,સહિતના અન્ય પ્રશ્નો સાથે અરજદારો રજૂઆત હતી.જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા એ અરજદારના પ્રશ્નોને સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા. અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ મળતા તેમણે સરકારના સ્વાગત કાર્યક્રમનો આભાર માન્યો હતો.સાથે ગામજનો જોડે ગામના વિકાસમાં સહભાગી થવા માટે જણાવાયું હતું. સાથે ગામજનોની દરેક સમસ્યાનું વહેલી તકે નિવારણ આવે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.આ દરમિયાન લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક ક્લાસવા, દેવગઢ બારિયા મામલતદાર સમીર પટેલ, પોલીસ ઇન્સ્પેકટર રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી, સહિત તાલુકા સંકલનના અધિકારીઓ ,કર્મચારીઓ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!