DAHODDAHOD CITY / TALUKO

દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન પર માલગાડીના એન્જિનમાં ભયાનક આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

તા.૧૦.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન પર માલગાડીના એન્જિનમાં ભયાનક આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

દાહોદના જેકોટ ખાતે લૂપ લાઇન પર ઉભેલી માલગાડીના એન્જિનમાં અચાનક લાગી ભયાનક આગ.તંત્ર દોડતું થયું ઘટનાની જાણ થતાં જ RPF, GRP પોલીસ અને રેલ્વેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો દાહોદ ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો સંપૂર્ણ કાબુ માલગાડી લૂપ લાઇન પર હોવાથી રેલ્વે વ્યવહાર ખોરવાયો નહીં, સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નહીં દાહોદ જિલ્લાના જેકોટ રેલ્વે સ્ટેશન પરથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જેકોટ ખાતે લૂપ લાઇન પર ઉભેલી એક માલગાડીના એન્જિનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતા રેલ્વે સ્ટેશન સ્ટાફ અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સમયસૂચકતા અને વહીવટી તંત્રની ઝડપી કામગીરીને કારણે એક મોટી રેલ્વે દુર્ઘટના ટળી ગઈ દાહોદ નજીક આવેલા જેકોટ રેલ્વે સ્ટેશનની લૂપ લાઇન પર એક માલગાડી થોભેલી હતી. આ દરમિયાન અચાનક જ તેના એન્જિનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં એન્જિને ભયરૂપ આગ પકડી લીધી હતી.આગ લાગવાની ઘટનાની જાણ વાયુવેગે ફેલાતા જ રેલ્વે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની ગંભીરતાને જોતા RPF અને રેલ્વે પોલીસ GRP નો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. આ સાથે જ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ટેકનિકલ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.આગ ઓલવવા માટે દાહોદ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમે ઘટનાસ્થળે આવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ એન્જિનમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.સૌથી રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી. માલગાડી મેઈન લાઇનના બદલે લૂપ લાઇન પર ઉભેલી હોવાથી અન્ય ટ્રેનોના આવાગમનને કોઈ મોટી અસર થઈ ન હતી, જેના કારણે એક બહુ મોટી રેલ્વે હોનારત ટળી ગઈ છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે રેલ્વે વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!