ગુજરાત સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત દાહોદ ખરેડી GIDC અને રાણાપુર ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન

તા.૦૧.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:ગુજરાત સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત દાહોદ ખરેડી GIDC અને રાણાપુર ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન
જન જનનું રાખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે ખરેડી GIDC અને ઈટના ભટ્ટા પર કામ કરતા લોકોની વિશેષ તપાસ કરવામાં આવી.ગુજરાત સ્થાપના દિવસ તથા આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસના અવસરે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખરેડી GIDC અને રાણાપુરના ઈંટના ભટ્ટા વિસ્તારોમાં મોબાઇલ ટીબી એક્ષ-રે વાન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ સ્ક્રીનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કેમ્પ દરમિયાન વલ્નરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 110 ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું એક્ષ-રે કરવામાં આવ્યા.તે ઉપરાંત, આરોગ્ય શિબિર દરમિયાન લાભાર્થીઓની HB ડાયાબિટીસ (બ્લડ શુગર), બ્લડ પ્રેશર તથા HIV તપાસ પણ કરવામાં આવી હતી, જેથી સર્વાંગી આરોગ્ય નિદાન અને સમયસર સારવાર સુનિશ્ચિત થઈ શકે.આ કેમ્પના આયોજન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. જીતેન્દ્ર લબાના માર્ગદર્શન હેઠળ તાલુકા ટીબી સ્ટાફ, પી.એચ.સી. સુપરવાઇઝર, FHW, MPHW, આશા બહેનો તેમજ અન્ય આરોગ્ય કર્મચારીઓએ સક્રિય ભાગ લઈ નોંધપાત્ર કામગીરી બજાવી હતી.આવા આરોગ્ય કેમ્પો દ્વારા ટીબીની વહેલી તકે ઓળખ સાથે અન્ય રોગોની સમયસર તપાસ અને સારવાર સુલભ બનશે, જે આરોગ્યમય સમાજ નિર્માણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.





