
તા.૦૪.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:દાહોદમાં ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે HPV કેન્સર સામે રસીકરણ હાથ ધરાયું
દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને આર સી એચ ઓ ડૉ.ડાભીના માર્ગદર્શન હેઠળ ગરબાડા તાલુકામાં ગાંગરડી ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉ. રાઠોડ અને RBSK ડૉ. હરેશ તેમજ કેન્દ્રના સ્ટાફની મદદ થકી કેન્સર સામે લડવા માટે HPV રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.HPV એ એક એવો વાયરસ છે જેના કારણે સર્વિકલ કેન્સર થવા પાછળનું કારણ બને છે. આ સર્વિકલ કેન્સર મુખ્યત્વે મહિલાઓમાં જોવા મળે છે. HPV રસી આ વાયરસથી બચવા માટે ૧૪ થી ૧૫ વર્ષ સુધીની કિશોરીઓને આપવામાં આવે છે.ભારત સરકારના દેશવ્યાપી HPV રસીકરણ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ આ અભિયાનને વેગ મળી રહ્યો છે. આ રસી સમયસર લેવાથી ભવિષ્યમાં કેન્સર થવાનું જોખમ ઓછું થાય છે. આ રસી બિલકુલ સરકારના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વિના મુલ્યે આપવામાં આવે છે.આ કેન્સર વિશે જાણીએ તો આ કેન્સર ના કારણે દરરોજ અનેક પરિવારો પોતાની માતા – બહેન – દીકરીઓ ગુમાવે છે. આ એવી બીમારી છે જેની સમયસર સારવાર કરવાથી અટકાવી શકાય છે. આ અભિયાન હેઠળ લગભગ ૨૦૦ + જેટલી કિશોરીઓને રસીકરણ કરવામાં સફળતા મળી હતી





