DAHODDAHOD CITY / TALUKO

દાહોદ શહેરના ગોદી રોડ પર મકાનનું સ્લેબ ભરતી વખતે અચાનક લિફ્ટ તૂટી પડી, ૩ શ્રમિકોની હાલત ગંભીર

તા.૧૬.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના ગોદી રોડ પર મકાનનું સ્લેબ ભરતી વખતે અચાનક લિફ્ટ તૂટી પડી, ૩ શ્રમિકોની હાલત ગંભીર

દાહોદના ગોદી રોડ પર આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. અહીં એક મકાનનું સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું,આ તે જ સમયે અચાનક બાંધકામની લિફ્ટ ધરાશાયી થઈ ગઈ હતી.ગંભીર અકસ્માતમાં ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો ભોગ બન્યા છે અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ ઘાયલ શ્રમિકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદ્નસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે., આ ઘટનાએ બાંધકામ સાઇટો પર શ્રમિકોની સુરક્ષાને લઈને મોટા સવાલો ઊભા કર્યા છે. સાઇટ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કે સેફ્ટીના સાધનો ન પૂરા પાડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. શ્રમિકોના જીવને જોખમમાં મૂકનારા જવાબદાર કોન્ટ્રાક્ટર કે બિલ્ડર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે

Back to top button
error: Content is protected !!