
તા.૨૭.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Garbada:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવા હેઠળ આવતાં છરછોડા ગામ ખાતે સ્થાનિક ચૂંટણીની કામગીરી દરમિયાન એક તાત્કાલિક આરોગ્ય સંબંધિત ઘટના નોંધાઈ હતી.
છરછોડા મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા ગરાસીયા જગજીવનભાઈ ભીખાભાઈને અચાનક ચક્કર આવવા, વધુ પરસેવો થવા તેમજ ગભરામણ જેવી તકલીફ અનુભવાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થળ પર હાજર ફિમેલ હેલ્થ વર્કર (FHW) દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની સલાહ આપવામાં આવી હતી.ત્યારબાદ, ઇલેક્શન ડ્યુટી પર રહેલા સ્ટાફના સહકારથી ઇકો ગાડી દ્વારા તેમને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નઢેલાવા ખાતે લાવવામાં આવ્યા હતા.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પર રહેલા ડોક્ટર દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે દર્દી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ (સુગર) તથા થાઇરોઇડ માટેની દવાઓ લઈ રહ્યા છે. ડોક્ટર દ્વારા જરૂરી તબીબી સારવાર આપવામાં આવી તથા આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.હાલમાં દર્દીની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર અને સામાન્ય છે. તેઓ હાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી નિરીક્ષણ હેઠળ છે.





