DAHODGUJARATJHALOD

ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના પાતાં અને સુથારવાસા તળ ફળિયામાં 148-N નેશનલ હાઇવે,ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના કારણે તળ ફળિયાના ડામોર પરિવારનાં 5 થી 7 ઘરોમાં માછણ નદીના પૂરનો પાણી ફરી વળ્યું

તા.૨૪.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના પાતાં અને સુથારવાસા તળ ફળિયામાં 148-n નેશનલ હાઇવે,ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ના કારણે તળ ફળિયાના ડામોર પરિવારનાં 5 થી 7 ઘરો ફરતે માછણ નદીનાં પૂરનાં પાણી ફરી વળતાં તથા મુનાધા ગામના સાદેડાં ફળિયામાં પણ ઘરોમાં પાણી ભરાતાં ભારે નુકસાન અને જાનમાલના જોખમનો ભય ફેલાયો.

સવારથી જ ભારે વરસાદના કારણે માછણ નદીમાં અતિભારે પુર આવવાથી અને 25 થી 30 ફૂટ ઊંચો કોરિડોર રોડ પસાર થવાથી તથા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતાં કોરિડોર રોડ અને નદીના ભારે પૂર ના કારણે કિનારના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.સુથારવાસા પાતાં ફળિયામાં તળ ગામ જતા રસ્તાનું નાળું પણ તૂટ્યું આ બાબતે છેલ્લા ત્રણ વર્ષથી આઈ ન્યૂઝ સેવન દ્વારા લાગતી વળગતી કચેરીઓનું તથા રોડ ઓથોરિટી નું ધ્યાન દોરવા છતાં સલામતીનાં કોઈ જ પગલાં લેવામાં આવેલ નથી,તો બહેરા મૂંગું શાશન પ્રશાસન આ ગરીબ અને અબૂધ , ડરપોક અને અભણ પ્રજાની મદદે આવે છે કે નહિ તે જોવું રહ્યું

Back to top button
error: Content is protected !!