AHAVADANGGUJARAT

Dang:-આહવા તળાવનાં સાફ સફાઇનાં બાકી નાણા ચુકવવા મામલે કોંગ્રેસી નેતાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા કલેકટરની  તમામ સુચાનાઓની ઉપેક્ષા કરેલ છે અને સફાઈ કાર્ય શરૂ થયાથી પુર્ણ થયા સુધી અને આજે આશરે સંપૂર્ણ કાર્યને 2 માસનો સમય વિતવા છતા સાફ સફાઇ અંગેની ચુકવણી કરવામાં આવેલ નથી.ત્યારે આહવા તળાવની સાફ સફાઇના બાકી નાણા ચુકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસી નેતાએ આવેદનપત્ર પાઠવ્યું હતુ.ડાંગ જિલ્લા કલેકટરની  સુચના અનુસાર જિલ્લા પંચાયતનાં સિંચાઇ વિભાગ દ્વારા  આહવા તળાવની જળકુંભી કાઢવા ગત સપ્ટેમ્બર માસમાં આદેશ થયા હતા.જે બાદ સિંચાઇ વિભાગ દ્વારા ખાનગી ઇજારદારને આ કામે ઇજારો આપી સાફ સફાઇ કરાવેલ અને આહવા નગરના “એક માત્ર’ તળાવને જળકુંભીના ઉપદ્રવથી મુકત કરી સ્વચ્છ કરેલ છે.જે ખુબજ સરાહનીય કામગીરી કરી છે.જોકે  ઇજારદાર દ્વારા ખુબજ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.ત્યારે કોંગ્રેસી નેતાએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,એક તરફ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી રાજ્ય કક્ષાના જનજાતીય ગૌરવ દીવસની ઉજવણી  ડાંગ ખાતે કરી ને કહેતા હોય કે,ડાંગમા આદિજાતી વિસ્તારમાં વિકાસના કાર્યો નાણાના અભાવે ક્યારેય નહી અટકે અને તેથી વિપરીત ડાંગ જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા ગરીબ આદિવાસી રોજમદારો જેમણે જીવ અને સ્વાસ્થના જોખમે આહવા તળાવની જળકુંભી કાઢી છતા તેઓને આજ દિન સુધી નાણા ચુકવામા આવ્યા નથી. તે કેટલુ યોગ્ય છે ? વધુમાં  આ સાફ સફાઇ દરમિયાન આશરે 30-35થી વધુ રોજમદારો પ્રતીદિન કામગીરી કરતા હોય વખતો વખત કોંગ્રેસી નેતાએ  કલેકટરને  રૂબરૂ મળી ઇજારદાર તેમજ રોજમદારોને વાર તેહવારો દરમિયાન ઉપાડ મળે તે બદલ રજુઆત કરેલ હતી.જે બાબતે કલેકટર દ્વારા તાત્કાલીક સબંધિત સિંચાઇ વિભાગના અધિકારીને ટેલિફોનીક સુચના પણ આપવામાં આવેલ હતી, પરંતુ ખુબજ દુઃખ સાથે કહેવા પડે છે કે જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા કલેકટરની  તમામ સુચાનાઓની ઉપેક્ષા કરેલ છે અને સફાઈ કાર્ય શરૂ થયાથી પુર્ણ થયા સુધી અને આજે આશરે સંપૂર્ણ કાર્યને 2 માસનો સમય વિતવા છતા સાફ સફાઇ અંગેની ચુકવણી કરવામાં આવેલ નથી.ત્યારે આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવે અને ચુકવણું કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના નેતા સ્નેહલ ઠાકરે એ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

બાબતે ડાંગ જિલ્લા પંચાયતનાં સિંચાઈ વિભાગનાં કાર્યપાલક ઈજનેર વિનીતભાઈ પટેલે જણાવ્યુ હતુ કે જિલ્લા કલેક્ટર દ્વારા અમોને તળાવની સાફ સફાઈ કરવાની સૂચનાઓ આપવામાં હતી.જે સુચનાઓનાં પાલન સાથે અમોએ હાલમાં થોડા દિવસ પૂર્વે જ તળાવની સંપૂર્ણ સાફ સફાઈ પૂર્ણ કરી છે.તથા  તળાવ સાફ સફાઈ માટે ફાળવવામાં આવેલ ગ્રાંટની રકમનાં બિલો પ્રગતિમાં હોય જેથી એક સપ્તાહમાં તમામ ચુકવણુ કરી દેવામાં આવશે..

Back to top button
error: Content is protected !!