ડાંગ જિલ્લો ધોરણ-10 એસ.એસ.સી બોર્ડનાં પરીણામમાં 87.12 ટકા સાથે રાજ્યમાં 8માં ક્રમે આવ્યો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
એસ.એસ.સી બોર્ડ ધોરણ-10માં રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાની 23 શાળાઓનું પરીણામ 100 ટકા આવ્યુ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ -2025માં લેવાયેલી ધોરણ-10 એસ.એસ.સી બોર્ડનું પરીણામ આજરોજ જાહેર થયુ છે.આજરોજ એસ.એસ.સી બોર્ડનું જાહેર થયેલ પરીણામ પર નજર કરીએ તો રાજ્યનું 83.08 ટકા જેટલુ પરીણામ જાહેર થયુ છે.જેની સામે છેવાડેનાં ડાંગ જિલ્લાનું 87.12 ટકા પરિણામ સાથે ગુજરાતમાં આઠમા ક્રમાંકે આવ્યો છે.ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી પાસેથી મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લામાંથી ધોરણ-10 એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં કુલ 11 પરીક્ષા કેન્દ્રો પર 3028 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી 2638 વિદ્યાર્થીઓ પાસ થયા છે.જ્યારે 390 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.ડાંગ જિલ્લામાંથી એસ.એસ.સી બોર્ડ ધોરણ 10નાં પરીણામમાં A1 ગ્રેડમાં 28વિદ્યાર્થીઓ,A2 ગ્રેડમાં 276 વિદ્યાર્થીઓ,B1ગ્રેડમાં 470 વિદ્યાર્થીઓ,B2 ગ્રેડમાં 709 વિદ્યાર્થીઓ,C1 ગ્રેડમાં 781 વિદ્યાર્થીઓ,C2 ગ્રેડમાં 358 વિદ્યાર્થીઓ, જ્યારે D ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ આવ્યા છે.ડાંગ જિલ્લાનું એસ.એસ.સી બોર્ડનું પરીણામ પ્રગતિમય આવતા અને સારા ટકા સાથે વિદ્યાર્થીઓ પાસ થતા ડાંગ જિલ્લાનાં પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ,વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ,ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ,જિલ્લા કલેકટર શાલિની દુહાન,જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર,જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી, પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ દેશમુખ સહીત શિક્ષણ જગતમાં ઉજાસ પાથરનાર પી.પી.સ્વામીજીએ અભિનંદન પાઠવ્યા હતા. બોક્ષ-(1)ડાંગ જિલ્લામાં એસ.એસ. સી બોર્ડમાં 100 ટકા પરીણામ મેળવનાર 23 શાળાઓ.. (1)જનતા હાઇસ્કુલ શામગહાન-100 ટકા (2)સરકારી માધ્યમિક શાળા લહાનચર્યા (RMSA)-100ટકા,(3)એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ માલેગામ-100 ટકા,(4)સરકારી માધ્યમિક શાળા મોરઝીરા-100 ટકા,(5)એકલવ્ય મો.રે. શાળા ચિંચલી-100 ટકા,(6)સરકારી માધ્યમિક શાળા પીપલપાડા-100 ટકા,(7)એકલવ્ય મો.રે, શાળા ગારખડી-100 ટકા,(8)સરકારી માધ્યમિક શાળા ચિચિનાગાંવઠા-100 ટકા,(8).એકલવ્ય મો.રે. શાળા મહાલ-100 ટકા,(10)સરકારી માધ્યમિક શાળા ગારખડી-100 ટકા,(11)આદર્શ નિવાસી (કન્યા) શાળા સાપુતારા-100 ટકા,(12)સરકારી માધ્યમિક શાળા માળગા-100 ટકા,(13)સંત અન્ના રેસે.અંગ્રેજી મીડીયમ સ્કુલ સાપુતારા-100 ટકા,(14)સરકારી માધ્યમિક શાળા લવચાલી-100 ટકા,(15)સેવન્થ ડે ઈ.મિ. સ્કુલ આહવા-100 ટકા,(16)સંતોકબા ધોળકિયા વિધામંદિર માલેગામ-100 ટકા,(17) દીપ દર્શન ઈ.મિ.મા. શાળા આહવા(ENG)-100 ટકા,(18).ઉ.બુ.વિદ્યાલય ચિચપાડા-100 ટકા,(19)માધ્યમિક અને ઉ.મા શાળા મહાલ-100 ટકા,(20)એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ આહવા-100 ટકા,(21)એકલવ્ય બાલિકા નિવાસી કન્યા શાળા સાપુતારા-100 ટકા,(22)એકલવ્ય મો.રે. શાળા સાપુતારા-100 ટકા (23)એકલવ્ય મો.રે. શાળા બારીપાડા-100 ટકા. બોક્ષ:-(2)ડાંગ જિલ્લામાં ધોરણ 10એસ.એસ.સી બોર્ડમાં ટોપર્સ વિદ્યાર્થીઓ (1)ગામીત રોહનકુમાર હિતેશભાઈ -95.67 ટકા-એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ચિંચલી(2)બંગાળ અસ્મિતાબેન દિલીપભાઈ-94.83 ટકા-એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ગારખડી (3)ઠાકોર તન્વીકાબેન દિપકભાઈ-94.83 ટકા-દીપદર્શન મા. અને ઉ.મા શાળા આહવા (4)પટેલ સોનલબેન વિજયભાઈ-94 ટકા-એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ માલેગામ..