BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાના જગાણા ખાતે સમાજ દર્શન (જીવનપર્વ) કાર્યક્રમ ઉજવાયો

15 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના જગાણા ખાતે સમાજ દર્શન (જીવનપર્વ) કાર્યક્રમ ઉજવાયો.પાલનપુર તાલુકાના જગાણા ખાતે છેલ્લા ઘણા વર્ષો સુધી બોર ઓપરેટેર તરીકેની નિષ્ઠાથી સેવા આપનાર અને ગામના છેવાડાના માનવીને પીવાનું પાણી પહોંચાડવામાં મદદરૂપ થનાર તેઓ સેવા કરવામાં મેવા સમજે છે એવા નિખાલસ સ્વભાવના પરગજુ હજુરજી અમરાજી ઠાકોર તેમજ તેઓની ધર્મપત્ની સરળ સ્વભાવના માતૃશ્રી ભીખીબેન ઠાકોરની જીવન પર્વની ઉજવણીના આનંદ રૂપે જીવનપર્વ ઉજમણું ખૂબ જ ઉત્સાહ અને પ્રેરણાદાયક વાતાવરણમાં બાવીશી ઠાકોરના ભાઈઓ – બહેનો આમંત્રિત મહેમાનોની વિશાળ સંખ્યાની હાજરીમાં હજુરજી ઠાકોર અને ભીખીબેન ઠાકોરનું સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, આમંત્રિત મહેમાનો દ્વારા શાલ અને ફૂલહાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજ સેવા કરનાર હજુરજી ઠાકોર નું આરોગ્ય સુખાકારી નિવડે જેથી તેમની સેવાઓનો લાભ સમાજ અને ગામને વિશેષ લાભ મળે તેમની સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ સમાજ ને મળી રહે તેવી ભાવનાઓ અભિવ્યક્ત થઈ હતી જીવનપર્વ ઉજવણી ખુબજ આનંદ અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થઈ હતી કાર્યક્રમમાં ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી રાવતાજી ઠાકોર,બાવીશી ઠાકોરના પ્રમુખશ્રી, (ફતેપુર) શ્રી પરથીજી ઠાકોર,મંત્રીશ્રી (પારપડા) બાબુજી ઠાકોર, (દાંનાપુરા) દાંનસુગજી ઠાકોર, (દાંનાપુરા) હરિજી ઠાકોર,(જગાણા) પ્રતાપજી બારોટ, (ડીસા) નારણપુરી ગૌસ્વામી, (બાવલચુંડી) ચતુરજી ઠાકોર,વકીલશ્રી (આકેસણ) રાવતાજી ઠાકોર, (ભાગળ) રમેશભાઈ ઠાકોર, (ભાગળ) કુંવરજી ઠાકોર, (ગઠામણ) તેજમલજી ઠાકોર, વકીલશ્રી, (દાંનાપુરા) નિતિન ઠાકોર, (ગઠામણ) દિનેશભાઇ ઠાકોર, નાથુજી ઠાકોર, ઘેમરજી ઠાકોર, જકશીજી ઠાકોર, વશરામજી ઠાકોર, પરેશભાઈ કે. ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મહાકાળી યુવક મંડળના ખજાનચી કાન્તિજી એસ. ઠાકોરે કર્યું હતું જીવનપર્વ ઉજમણા પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને જગાણા મહાકાળી યુવક મંડળના તમામ મિત્રોના પ્રયાસોથી કાર્યક્રમ સુંદર રીતે સફળ થયો હતો.

Back to top button
error: Content is protected !!