Dang: સાપુતારા પોલીસની ટીમે વાહન ચેકીંગ દરમિયાન 6 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ તથા પી.એસ.આઈમાં પી.ડી.ગોંડલીયા તેમજ જે.જી.ઉનડકટ અને પોલીસની ટીમે ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ હાથ ધર્યુ હતુ.અહી સાપુતારા પોલીસની ટીમે વાહન ચેકીંગ દરમિયાન કારમાં લઈ જવાતા ગેરકાયદેસર પાસ પરમિટ વગરના દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા. તેમજ દારૂના જથ્થા અને કાર સહિત કુલ 6 લાખ રૂપિયા કરતા પણ વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને ગોવા ખાતેથી દારૂનો જથ્થો આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.સાપુતારા પોલીસની ટીમ સાપુતારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે વેળાએ મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક બ્રાઉન કલરની હોન્ડા સિટી ફોર વ્હીલ રજી. નં.GJ -27-BE-8768 આવતા,પોલીસે તેને ઉભી રાખી ચેકીંગ કર્યું હતુ. ત્યારે ગાડીની પાછળની સીટ ચેક કરતા સીટની પાછળ એક ચોર ખાનામાં ઇંગ્લિશ દારૂની બોટલો ભરેલ જણાયુ હતુ.આ ગાડીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવતા પોલીસે કારમાં સવાર (1)રમેશભાઈ દેવાભાઈ મકવાણા (ઉ.વ.43, રહે.જામનગર તા.જી.જામનગર), (2) અમિતભાઈ ઉર્ફે આઝાદ બસીરભાઈ સજા (ઉ.વ.36, રહે.રાજકોટ શહેર),(3)ગોરધનભાઈ આલાભાઈ દાફડા (ઉ.વ.44,રહે.રાજકોટ શહેર) એમ મળી કુલ ત્રણની અટકાયત કરી હતી.તેમજ કારમાંથી મળેલ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 75,265/- તથા ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત 25 હજાર તથા કાર જેની કિંમત રૂપિયા 5 લાખ રૂપિયા એમ મળી કુલ કિંમત રૂપિયા 6,00,265/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને ગોવા ખાતેથી દારૂનો જથ્થો આપનાર વ્યક્તિ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..