AHAVADANGGUJARAT

Dang: હિન્દૂઓનું અપમાન બદલ રાહુલ ગાંધીને સંસદનું સભ્ય પદ રદ્ કરવા ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

વિશ્વ હિન્દુ પરિષદ ડાંગ જિલ્લા ગુજરાતનાં આગેવાનો દ્વારા હિન્દૂઓને અપમાનિત કરનાર કૉંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીને સાંસદ તરીકે અયોગ્ય જાહેર કરીને સંસદનું સભ્ય પદ રદ કરવા બાબતે રાષ્ટ્રપતિને સંબોધીને ડાંગ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ..

પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસો પૂર્વે કૉંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ હિન્દૂઓનું અપમાન કર્યુ હતુ.જેથી હિન્દુઓનું અપમાન કરવા બદલ રાહુલ ગાંધીને સાંસદ તરીકે અયોગ્ય જાહેર કરીને સંસદનું સભ્યપદ રદ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ ડાંગ જિલ્લા ગુજરાતનાં આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.લોકશાહીના મંદિર એવા સંસદ ભવનમાં વિપક્ષના નેતા જેવા જવાબદાર હોદ્દા પર રહીને રાહુલ ગાંધીએ તેમની પાર્ટી અને તેની વિચારધારાને પ્રતિબિંબિત કરતુ હિંદુ-વિરોધી નિવેદન કર્યું હતુ.(જેઓ પોતાને હિંદુ કહે છે તે હિંસા-હિંસા-હિંસા શબ્દોનો જ ઉપયોગ કરે છે).જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે સમગ્ર હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે.તથા તમે જાણો છો કે બહુમતીમાં રહેલ હિંદુ સમાજ શાંતિ પ્રેમી સમાજ છે, છતાં પણ સંસદમાં રાહુલ ગાંધીએ ષડયંત્ર રચીને બહુમતી ધરાવતા હિંદુઓનું અપમાન કરવાનું “દુષ્ટ કૃત્ય” કર્યું છે અને તમામ હિંદુઓનું અપમાન કર્યું છે.જેથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ડાંગ જિલ્લો આ વાતની સખત શબ્દોમાં નિંદા કરે છે,અને ઋષિ-મુનિઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને તેઓ માંગણી કરે છે કે રાહુલ ગાંધીને ગેરલાયક સાંસદ જાહેર કરવામાં આવે અને સંસદમાં તેમનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવે..

Back to top button
error: Content is protected !!