MORBI:મોરબી વિશી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અન્ય બે વિદ્યાર્થીઓએ માર માર્યો

MORBI:મોરબી વિશી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અન્ય બે વિદ્યાર્થીઓ માર માર્યો
મોરબીમાં વીસી હાઈસ્કૂલમાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ સાથે અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ‘તારા મિત્ર સાથે કેમ મશ્કરી કરે છે’ તેમ કહી ગાળો આપી ઝઘડો કરી બંને માથાભારે વિદ્યાર્થીઓએ હાથમાં પહેરવાનું કડુ કપાળે તથા વાસામાં મારી દેતા કપાળે ફૂટ થતા લોહી લુહાણ હાલતમાં હાઈસ્કૂલના શિક્ષકો દ્વારા ભોગ બનનાર વિદ્યાર્થીને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે ભોગ બનનારના પિતાએ માથાભારે બંને વિદ્યાર્થીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
મોરબીના રફાળેશ્વર ગામે સોનલ સોસાયટીમાં રહેતા અને સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા એવા અશોકભાઈ જેસીંગભાઈ અઘારા ઉવ.૪૨ એ સીટી એ ડિવિઝનમાં ધી વી.સી.હાઈસ્કૂલમાં ધોરણ ૧૧ માં ભણતા બે વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી કે અશોકભાઈનો પુત્ર કે જે વીસી હાઈસ્કૂલમાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે ત્યારે ગઈકાલ તા. ૦૮/૧૦ના રોજ સવારના દસ વાગ્યા ની રીશેષમાં અશોકભાઈનો પુત્ર અંકિત અને તેનો મિત્ર પ્રકાશ વીસી હાઈસ્કૂલની સીડી ઉતરતા હોય ત્યારે ઉપરોક્ત માથાભારે વિદ્યાર્થી પૈકી એક અંકિત પાસે આવીને કહેવા લાગ્યો કે ‘ પ્રકાશ સાથે મશ્કરી નહીં કરતો અને તેની સાથે બોલતો નહીં’ તેમ કહી અંકિત સાથે બોલાચાલી કરી ઢીકાનો માર મારવા લાગ્યો હતો અને તેણે હાથમાં પહેરેલ કડું અંકિતને કપાળમાં મારી દીધું હતું. તે દરમિયાન બીજો માથાભારે વિદ્યાર્થી આવી અંકિતને ઢીકાપાટુનો માર મારી તેણે પણ હાથમાં પહેરવાનું કડું અંકિતને વાસામાં મારી દીધું હતું. ત્યારે બહુ બધા વિદ્યાર્થીઓ એકઠા થઇ અંકિતને વધુ મારથી બચાવી લઈને સ્ટાફ રૂમમાં લઈ ગયા હોય ત્યારે કપાળમાં કડું લાગવાથી અંકિતને માથામાં લોહી નીકળતું હોવાથી બે શિક્ષકો દ્વારા અંકિતને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ જવાયો હતો, હાલ અંકિતની સારવાર ચાલુ હોય, જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી બંને વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.











