DANGWAGHAI

ડાંગ જિલ્લાના વઘઈ ખાતે પ્રા.શાળાનાં બાંધકામમાં કોન્ટ્રાકટર દ્વારા નક્કર વેઠ ઉતારો કરતા તપાસની માંગ ઉઠી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલ જુની આરટીઓ કચેરીની સામે પ્રાથમિક શાળાના નવા બાંધકામમાં ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનાં મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે આવેલ જૂની આરટીઓ કચેરીની સામે પ્રાથમિક શાળાનાં નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યુ છે.જોકે કોન્ટ્રાક્ટર દ્વારા નક્કર વેઠ ઉતારો કરવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.જૂની પ્રોટેકશન દીવાલને નવુ પ્લાસ્ટર કરીને ઢાંકી દેવામાં આવેલ છે. અને તે દીવાલ  ઉપર જ નવું બાંધકામ ચાલુ કરી દેવામાં આવેલ છે. જેના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ભય વગરનું ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવુ સ્પષ્ટ જણાઈ રહ્યુ છે.કોન્ટ્રાક્ટર દ્વારા નવેસરથી પ્રોટેક્શન દીવાલ બનાવવાની જગ્યાએ જૂની પ્રોટેક્શન વોલ પર જ પ્લાસ્ટર કરી તેને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે.અહી કોન્ટ્રાક્ટર દ્વારા શાળાના નવા મકાનનાં બાંધકામમાં નક્કર વેઠ ઉતારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે કે નહીં ? જો અધિકારીઓ દ્વારા યોગ્ય સ્થળ તપાસ કરવામાં આવે છે તો કોન્ટ્રાક્ટર દ્વારા નક્કર વેઠ કેમ ઉતારો કરવામાં આવી રહ્યો છે તે અંગે પણ સવાલો ઉભા થવા પામ્યા છે.તેમજ આ પ્રકારે હલકી કક્ષાના મટીરીયલ નો ઉપયોગ કરવાથી ભવિષ્યમાં બાળકો સાથે કોઈ અઘટિત ઘટના બને તો કોણ જવાબદાર રહેશે ? અધિકારીઓ કે પછી કોન્ટ્રાક્ટર ? આવા અનેક સવાલ સાથે તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યાં છે.ત્યારે અધિકારીઓ દ્વારા યોગ્ય પારદર્શક સ્થળ તપાસ કરીને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહીના પગલાં લેવામાં આવે તે જરૂરી બની ગયું છે. જોકે હવે અધિકારીઓ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનાર સમય જ બતાવશે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!