OLPADSURAT

Surat : ઓલપાડ તાલુકાના કોબા શાળાના વિદ્યાર્થીઓએ ઈંટ ની પેટન તૈયાર કરી.

ઈંટ એ માટીમાંથી બનાવવામાં આવતો ચોક્કસ આકાર હોય છે, જેનો ઉપયોગ મકાનની દીવાલ ચણવા માટે કરવામાં આવે છે. તે દિવાલ ચણવા માટે પથ્થર સિવાયનું શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રાચીન સમયનાં મકાનો અને કિલ્લાઓ પથ્થર કે ઈંટ વડે જ બનાવવામાં આવ્યા હતા. મકાનો બાંધવાનું કામ સરળ અને ચોકસાઈપૂર્વકનું બનાવવા માટે ઈંટનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો. માટીની બનેલી લંબચોરસ ઈંટ પણ પ્રાચીનકાળથી જ બાંધકામમાં વાપરવામાં આવે છે. માટીમાં અનેક ધાતુદ્રવ્યો હોય છે. આ માટીમાંથી બનતી લાલ ઈંટમાં લોહતત્ત્વ વધુ હોવાથી લાલ બને છે. માટી અને પાણીના મિશ્રણને બીબાંમાં ઢાળીને તેમાંથી લંબચોરસ ઈંટો બનાવવામાં આવે છે. આ કાચી ઈંટને ૧૦૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમીમાં તપાવીને પકવવામાં આવે છે. મોટે ભાગે તપાવવા માટે મોટી ભઠ્ઠીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ અને સિલિકોન ધરાવતી માટીમાંથી પીળા રંગની સિરામિક ઈંટ પણ બનાવવામાં આવે છે, પણ સાદી લાલ ઈંટોનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં મળતી ઈંટનું કદ સામાન્ય રીતે ૮ ઈંચ લાંબુ, ૩.૫ ઈંચ પહોળું અને ૩ ઈંચ ઊંચુ રાખવામાં આવે છે. વિશ્વભરના દેશોમાં થોડા ફેરફાર સાથે લગભગ આ માપની ઈંટો જ બનતી હોય છે. જમીનમાંથી ખોદકામ દ્વારા માટી મેળવી તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી ચાળીને શુદ્ધ માટી બનાવવામાં આવે છે. પાઉડર સ્વરૂપ માટીમાં પાણી ભેળવી તેના મિશ્રણને ઘટ્ટ કણક જેવું બનાવવામાં આવે છે. તેમાંથી લંબચોરસ આકારના બિબા વડે કાચી ઈંટ ઘડવામાં આવે છે. ભઠ્ઠીમાં તપાવતા પહેલાં તેને સૂર્યના તાપમાં સૂકવવામાં આવે છે. ઈંટો બનાવવાની આ પ્રથા ૬૦૦૦ વર્ષ અગાઉ હતી. આજે પણ આ જ પદ્ધતિથી ઈંટ બનાવવામાં આવે છે.
શાળાના આચાર્ય શ્રી ડો ધર્મેશ પટેલ બાળકોને વડોલી જ્યાં ઈંટ ના ભઠ્ઠા પર લઈ ગયા.ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા નાસ્તા ની વ્યવસ્થા કરી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!