
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતો ગુજરાતનો અનોખો જિલ્લો છે. આદિવાસી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતાં આ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિની જીવંતતા હજુ પણ અકબંધ પડી છે. વિશ્વમાં દર વર્ષે 9 મી ઓગષ્ટનાં રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ દિવસે શાળાઓમાં રજા હોવાથી કેટલીક શાળાઓ દ્વારા આગળનાં દિવસે તેમની ઉજવણી કરવામાં આવતી હોય છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની ચિંચવિહિર પ્રાથમિક શાળા દ્વારા 8 મી ઓગષ્ટ2024 નાં રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં બાળકો પોતાનાં પરંપરાગત આદિવાસી વસ્ત્રોમાં સજ્જ થઇ પરંપરાગત આદિવાસી વાનગી સાથે શાળામાં આવ્યાં હતા. શાળાનાં આચાર્યશ્રી મનજીભાઇ કે મેર નાં માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં શાળાનાં આચાર્યશ્રી મનજીભાઇ.કે.મેર દ્વાર બાળકને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે ?તેની સમજ આપી વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભકામના પાઠવી આદિવાસી સંસ્કૃતિ અને મુલ્યો ના વાહક બનવાની હાકલ કરી હતી. શાળાનાં સ્ટાફ મિત્રો, શ્રીમતી સુરેખાબેન. જી. ભોયે, શ્રી અમિતભાઈ. ડી. પટેલ તેમજ શ્રીમતી નેહાબેન. ડી. ભોયા દ્વારા બાળકોને આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, મૂલ્યો , સ્થાનિક આદીવાસી પરિવેશ અને ખાણી પીણી તેમજ આદિવાસી મહાપુરુષો અને તેમનાં બલિદાનો અંગેની રસપ્રદ માહિતી પુરી પાડવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર ગામમાં જાગૃતતા રેલી યોજીને વિશ્વ આદિવાસી દિવસનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. બાળકોનો ઉત્સાહ અને શાળાનાં શિક્ષકોનાં સરસ આયોજનથી સમગ્ર કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.




