
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લામાં ઓનલાઈન જિલ્લા ફેર કેમ્પમાં કેસ કરીને ખોટી બાબતો રજૂ કરેલ તથા નિયમ અને ઠરાવ બહારની ખોટી માંગણી કરી સ્ટે લાવેલ છે.જે બાબતે યોગ્ય તપાસ કરી પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લામાં જિલ્લા ફેરથી આવનાર શિક્ષકોએ ધારાસભ્ય વિજયભાઈ પટેલ તથા ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈનને રજૂઆત કરી હતી.ઓનલાઈન જિલ્લાફેરનાં પ્રથમ તબક્કામા ડાંગ જિલ્લામાં શાળાઓની પસંદગી કરનાર શિક્ષકોએ ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલને લખી જણાવ્યુ હતું કે, ડાંગ જિલ્લામાં તા. ૧૩/૧૨/૨૦૨૪ નાં રોજ ના હાઈકોર્ટનાં વચગાળાના હુકમ મુજબ શાળા પસંદગી કરેલ શિક્ષકોનાં હુકમો જનરેટ કરવા દીધેલ નથી.તો આ બાબતને અનુસંધાને શિક્ષકોને ડાંગ જિલ્લામાં સ્ટે આપેલ છે તો શુ હવે શિક્ષકો બીજા જિલ્લામાં જવા માંગતા હોઈએ તો બીજા તબક્કાના જનરલ કેમ્પમાં ભાગ લેવા દેવામાં આવશે કે નહિ ? હાલમાં આ શિક્ષકો જે શાળામાં ફરજ બજાવે છે તે શાળામાં સિનિયર હોવા છતાં તેમના પછીના ડાંગ સિવાય બીજા જિલ્લામાં જવાવાળા શિક્ષકો જેઓના ઓર્ડર જનરેટ થઈ ગયા છે તેઓ શાળામાંથી આ શિક્ષકો કરતા પહેલા છૂટા થઈ જશે અને ત્યારપછી આ શિક્ષકોના કેસનું નિરાકરણ આવે તો સિનિયર હોવા છતા મહેકમનાં કારણે છૂટા ન થવાનું નુકશાન અમારે ભોગવવું પડે એમ છે.ઓનલાઈન કેમ્પમાં આખા રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ જ નિયમોનુસાર અપલોડ કરેલ જગ્યા જ આ શિક્ષકો એ પણ ડાંગ જિલ્લામાં પસંદ કરી છે.તો પછી આખા રાજ્યના સરખા નિયમથી અપલોડ થયેલી અને પસંદ કરેલી જગ્યા પર હુકમ જનરેટ થવા સ્ટે લાવવામાં આવે તો તે માત્ર ડાંગ જિલ્લા પુરતો જ કેમ ? આવા સવાલોના કારણે આ શિક્ષકો અસમંજસ માં મુકાયેલ જોવા મળી રહ્યા છે.તે ઉપરાંત પીટીશન દાખલ કરનાર ૧૨ શિક્ષકોમાંથી ૨ શિક્ષકો હાલ જે શાળામાં ફરજ બજાવે છે ત્યાં તેઓને બદલીમાં ભાગ લેવા માટે જરૂરી ૩ વર્ષની સિનિયોરિટી પૂર્ણ થયેલ નથી એવુ ધ્યાને આવેલ છે.તો આ ૨ શિક્ષકો કયા હકથી ચાલુ વર્ષે કોઇપણ પ્રકારની બદલીમાં ભાગ લેવાનો દાવો કરીને પીટીશન કરવામાં ભાગ લઈ શકે ?આ બાબતે આ ૨ શિક્ષકોએ તથા પીટીશનમાં સોગંદનામું કરનાર ભરતકુમાર રમેશભાઈ પટેલે સરકારને તથા કોર્ટને તેઓની સાચી વિગત છુપાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલ છે. જે શિક્ષકો જેઓ (૧) પરમાર હાર્દિકભાઈ રમેશચંદ્ર (હાલ ફરજ બજાવે, પીપલાઈદેવી પ્રાથમિક શાળા) તથા (૨) ઠાકોર ઇંદ્રજીતસિંહ રાજેંદ્રસિંહ( હાલ ફરજ બજાવે ટાંકલીપાડા મુખ્ય શાળામાં ) તેઓને જિલ્લાફેરથી આવ્યાને માત્ર સોળ મહિના જ થવા પામેલ છે અને હાલની શાળામાં તેઓની સિનિયોરિટિ ૩ વર્ષની થતી ન હોવાથી ચાલુ વર્ષે કોઇપણ પ્રકારની બદલીમાં લાભ લેવા માટે હકદાર ન થતા હોવા છતા પીટીશનમાં એફિડેવિટ કરનાર ભરતકુમાર રમેશભાઈ પટેલ હાઈકોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કરી ખોટી માહિતિ પૂરી પાડેલ છે.આ રીતે તેઓએ સરકારને તથા કોર્ટને અંધારામાં રાખીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલ છે.તેમજ પીટીશન કરનાર ૯ શિક્ષકોએ ક્રમશઃ કેમ્પનાં ભાગરૂપે ચાલુ વર્ષે આયોજિત થયેલા આંતરિક કેમ્પનાં પ્રથમ તથા બીજા તબક્કામાં ભાગ લીધેલ હોવા છતાં તેમને મનપસંદ જગ્યા ના મળી તો તેમણે પોતાનો લાભ જતો કરેલ છે.અને એમના કરતા ઓછી સિનિયોરીટી વાળા શિક્ષકો વઘઇ તાલુકામાં બદલીનો લાભ લઇ લીધો છે.તો આ ૧૨ શિક્ષકો દ્વારા કરેલ કેસ(રીટ) કરેલ છે તે પાયાવિહોણી છે.ત્યારે આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લામાં જિલ્લા ફેરથી આવનાર શિક્ષકો એ ડાંગના ધારાસભ્ય તથા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખને લેખિતમાં રજૂઆત કરેલ છે..




