AHAVADANG

ડાંગ: સાપુતારા ઘાટમાર્ગનાં નાનાપાડા નજીક પાવડર નો જથ્થો ભરેલો ટ્રક પલ્ટી માર્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં ચીખલદા નાનાપાડા ગામ નજીક પાવડરનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો…પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનથી પાવડરનો જથ્થો ભરી મહારાષ્ટ્રનાં પુણે તરફ જઈ રહેલ ટ્રક.ન.આર.જે.27.જી.સી.1837 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજય ધોરીમાર્ગનાં ચીખલદા નાનાપાડા ગામ નજીક ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત પાવડરનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની સાકરપાતળ પી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!