વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવાથી ડોનને જોડતા માર્ગ પર રાઇડર્સના એક ગ્રુપ દ્વારા મોટરસાયકલ પર સ્ટંટબાજી કરવામાં આવી રહી હતી.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.તેમજ આ રાઇડર્સ ગ્રુપના યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.આજના સમયમાં કેટલાક યુવાનો સોશિયલ મીડિયામાં જોખમી સ્ટંટ કરી રીલ્સ બનાવી ફેમસ થવાના ચકકરમાં પોતાનો અને અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે.ત્યારે સૂત્રોનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લાના આહવાથી ડોનને જોડતા માર્ગ પર આવો જ એક સ્ટંટબાજીનો વીડિયો સામે આવ્યો છે.
ડોન હિલ સ્ટેશન તરફ એક બાઈક રાઇડર્સનું ગ્રુપ જઈ રહ્યુ હતુ.ત્યારે આ ગ્રુપ દ્વારા જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરી કાયદા અને વ્યવસ્થાને હાથમાં લઈ લીધો હોય તેવી દ્ર્શ્યો સામે આવ્યા હતા.આ રાઇડર્સ ગ્રુપના યુવકો સ્પોર્ટ્સ બાઇક પર જોખમી રીતે સ્ટંટ કરી રહ્યા હતા.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા પામ્યો છે.વીડિયોમાં સ્પોર્ટ્સ બાઈક પર સવાર યુવકે જોખમી સ્ટંટ કર્યા હતા.અને બંને હાથ બાઈક પરથી હટાવીને રસ્તા પર બાઈક ચલાવી હતી.આ ઉપરાંત યુવકો એ રસ્તા પર બાઈકને એક વ્હીલ પર પણ ફેરવી હતી.યુવકોએ આ પ્રકારનો સ્ટંટ કરી પોતાનો અને રસ્તા પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો.ત્યારે જોખમી સ્ટંટ કરનાર બાઈક રાઇડર્સ ગ્રુપ સામે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે..