
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હરિરામ રતિલાલ સાવંતે વિધિવત્ પદભાર સંભાળ્યો છે. પદભાર ગ્રહણની સાથે જ તેમણે ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી મહત્વપૂર્ણ પહેલ કરી હતી.હાલમાં ચોમાસાની ઋતુમાં સતત વરસાદ વચ્ચે પણ આહવા શહેર અને ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે પોતાની ફરજ નિભાવતા સફાઈ કર્મચારીઓને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.વરસાદમાં પણ પોતાની ફરજ નિભાવતા કર્મચારીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ પહેલને કર્મચારીઓ દ્વારા આવકારવામાં આવી હતી.આ પ્રસંગે નવનિયુકત સરપંચ હરિરામભાઈ રતિલાલ સાવંતે જણાવ્યું હતું કે, “ગામની સ્વચ્છતા માટે દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓ ગ્રામ પંચાયતની મહત્વપૂર્ણ કડી છે. વરસાદ હોય કે તડકો, તેઓ પોતાની ફરજ નિભાવે છે. તેમની સુરક્ષા અને સુવિધાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની છે.”તેમણે વધુમાં જણાવ્યું કે આહવા ગામના વિકાસ સાથે સફાઈ કર્મચારીઓ સહિત ગ્રામ પંચાયતના તમામ કર્મચારીઓના હિત અને સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવશે. કર્મચારીઓને જરૂરી સાધન-સામગ્રી અને સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવી તેઓ વધુ સારી રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે પ્રયત્ન કરવામાં આવશે.સરપંચ હરિરામભાઈ સાવંતે જણાવ્યું હતું કે આહવા માત્ર ગ્રામ પંચાયત નથી, પરંતુ સમગ્ર ડાંગનું મહત્વનું કેન્દ્ર છે. તેથી રસ્તા, પાણી, સ્વચ્છતા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, જાહેર સુવિધાઓ સહિતના પ્રશ્નોના ઉકેલ માટે પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવામાં આવશે.સરકારની વિવિધ યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે, વિકાસકામોમાં ગુણવત્તા જળવાય અને ગ્રામ પંચાયતના વહીવટમાં પારદર્શિતા તથા જવાબદારી રહે તે માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.“પદ નહીં, જનસેવા પ્રથમ સ્વચ્છ, સુંદર અને વિકસિત આહવા બનાવવાનો સંકલ્પ”પદભાર ગ્રહણની શરૂઆત જ સફાઈ કર્મચારીઓની સુરક્ષાની ચિંતા સાથે કરીને સરપંચ હરિરામ રતિલાલ સાવંતે જનસેવા સાથે કર્મચારી કલ્યાણને પણ મહત્વ આપવાનો સંદેશ આપ્યો છે.ગ્રામજનો અને શુભેચ્છકોએ નવા સરપંચને અભિનંદન પાઠવી તેમના નેતૃત્વમાં આહવા ગ્રામ પંચાયત વિકાસના નવા શિખરો સર કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી..





