AHAVADANG

ડાંગ જિલ્લાનાં જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કામ કરતા મજૂરોને ઘણા સમયથી પગાર ન ચૂકવતા આવેદનપત્ર અપાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કામ કરતા મજૂરોને છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવેલ નથી.જેના કારણે મજૂરોએ હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે મજૂરોએ પગાર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલને આવેદનપત્ર  પાઠવ્યું છે.ડાંગ જિલ્લાનાં દરેક જૂથ પાણી પુરવઠા યોજના ઉપર કામ કરતા તમામ મજૂરોમાં (1)ગલકુંડ જૂથ પાણી પુરવઠા યોજના (જાન્યુઆરી થી આજ દિન સુધી),(2) કોદમાળ જૂથ પાણી પુરવઠા યોજના (ઓક્ટોબર થી આજ દિન સુધી),(3)મહાલ જૂથ પાણી પુરવઠા યોજના (ઓક્ટોબર થી આજ દિન સુધી),(4) ગીરમાળ જૂથ પાણી પુરવઠા યોજના (જાન્યુઆરી અને ફેબ્રુઆરી),(5)જામન્યામાળ જૂથ પાણી પુરવઠા યોજના અને (6)પાંડવા જુથ પાણી પુરવઠા યોજના ( ઓક્ટોબરથી આજ સુધી) પગાર ચૂકવવાનો બાકી હોય, જે અંગે અગાઉનાં કાર્યપાલક ઈજનેરને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં તેમના દ્વારા આજ દિન સુધી પગાર ચૂકવવામાં આવેલ નથી. ત્યારે તાત્કાલિક ધોરણે પગાર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે મજૂરોએ ધારાસભ્ય વિજય પટેલને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યુ હતુ..

Back to top button
error: Content is protected !!