AHAVADANG

ડાંગ જિલ્લામાં હનુમાન યાગ અંતર્ગત સુબીર તાલુકામાં વધુ ૮ હનુમાનજી મંદિરોનું લોકાર્પણ કરાયું

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામમાં શ્રી હનુમાનજી મંદિરોનું નિર્માણ થનાર છે. જેમાં અત્યાર સુધીમાં ૨૦૦ ઉપરાંત મંદિરો તૈયાર કરવામાં આવ્યાં છે. જે પૈકી તારીખ ૧૩/૧૪ જૂલાઇના રોજ સુબીર તાલુકામાં વાડિયાવન, હનવંતઘોડી, ઝરી, આહિરપાડા, જામન્યા, માળગા, ખાજૂર્ણા, બીજુરપાડા આમ કુલ ૮ ગામોમાં દિવ્ય, ભક્તિભાવ પૂર્વક હનુમાનજીના મંદિરોનું લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ દરેક ગામોમાં દાતા પરિવારોનું ડાંગી પરંપરા અનુસાર સ્વાગત, આરતી, હનુમાન ચાલીસનો સમૂહપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરોના લોકાર્પણ સમાપન સમારોહ બીજુરપાડા મુકામે સુંદર શમિયાણામાં યોજાયો હતો. જ્યાં શ્રી ઇશ્વરભાઇ ધોળકીયા  દ્વારા સ્વાગત પ્રવચન થી મહેમાનોને તથા જમીન દાતાશ્રીઓ અને મંદિર સહયોગી દાતાશ્રીઓ, ગ્રામજનોનું સ્વાગત પ્રવચન દ્વારા કરવામાં આવ્યું, પૂજ્ય પી.પી સ્વામીજી દ્વારા મંદિરોના માધ્યમથી ગામોમી આવેલી જાગૃતિ ભક્તિભાવ, એકતાની વાતો કરી હતી. સંકલન કર્તા શ્રી પ્રભુભાઈ ધોળકીયા દ્વારા મંદિરો નિર્માણની રૂપરેખા આપવામાં આવી હતી. સમારોહના પ્રમુખ સ્થાને સુરત સ્થિત જાણીતા ઉદ્યોગપતિ શ્રી ચેતનભાઈ કોન્ટ્રાકટર હાજર હતા. સંકલ્પકર્તા મંદિર નિર્માણના મુખ્ય દાતા શ્રી ગોવિંદભાઇ ધોળકીય દ્વારા ગ્રામજનો સાથે સંવાદ કરી મંદિરોનો વિશેષ લાભ લેવા અનુરોધ કર્યો હતો, તથા આવા શુભ કાર્યોમાં પરમાત્માએ નિમિત બનાવ્યા છે, તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. અહિં જમીન દાતાશ્રીઓ તથા મંદિરોના સહયોગી દાતાશ્રીઓને સ્મૃતિરૂપે મંદિરની પ્રતિકૃતિ, શાલ, શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, સદસ્યો, તાલુકા જિલ્લા સદસ્યોએ હાજર રહી લાભ લીધો હતો. સતાધારથી ખાસ પધારેલા પૂજ્ય વિજયભાપુએ મંદિરોના દર્શન કરી તથા ગ્રામજનોનો ભક્તિભાવ, ઉત્સાહ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા હતા. આ તમામ ગામોમાં ગ્રામજનો દ્વારા દાતાશ્રીઓ તથા મહેમાનશ્રી ગામમાં શોભાયાત્રા, રાત્રીના ભજબ કીર્તન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજુરપાડા ગામમાં ૨૫૦૦ ઉપરાંત ભક્તોની હાજરીમાં શણગારેલા શમિયાણામાં લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોમાં હનુમાનજી મંદિરોના નિર્માણની યાત્રા હવે કુલ ૧૧૧૧ નુતન મંદિરોના નિર્માણ માટે આરંભ થઈ ચૂક્યો છે. શ્રી ગોવિંદભાઇ ધોળકીય દ્વારા વિવિધ ગામોમાં વિશેષ કરીને આદિવાસી વિસ્તારોના ગામોમાં હનુમાનજી મંદિરની યાત્રા ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની રહેશે.

Back to top button
error: Content is protected !!