વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યના છેવાડે આવેલ પ્રાકૃતિક જિલ્લો ડાંગ ખાતે યોજવામાં આવતી માસિક પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક માં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ને Npop સર્ટિફાઇડ ઓર્ગેનિક સર્ટીફીકેટ ડાંગ જિલ્લા કલેકટર મહેશભાઈ પટેલનાં હસ્તે આપવામાં આવ્યા.
કલેકટર શ્રી મહેશ પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં આત્મા પ્રોજેક્ટ ડાંગ દ્વારા દર મહિને પ્રાકૃતિક કૃષિ ની સમીક્ષા બેઠક નું આયોજન થાય છે જેમાં સંપુર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા યોજના હેઠળ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ નાં અમલીકરણ માં કાર્યરત ટ્રુ લાઇફ એન્ટપ્રાઈઝ દ્વારા રજિસ્ટર્ડ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનાં 43 ICS ઓર્ગેનિક સર્ટિફાઇડ થવા જઈ રહ્યા છે તેમાં પ્રાકૃતિક વઘઈ ખેડૂત ઉત્પાદક સંઘ ICS સર્ટિફાઇડ થય ગયેલ છે જેનું સર્ટીફીકેટ આજરોજ ICS નાં ખેડૂતોને ડાંગ જિલ્લા કલેકટરશ્રી અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દ્વારા આપવામાં આવ્યું.