AHAVADANG

નવસારી જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં જલાલપોર તાલુકા મથકે આયુષ મેળો યોજાયો

આયુર્વેદને દિનચર્યામાં અપનાવી જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ – નવસારી

*આયુર્વેદને દિનચર્યામાં અપનાવી જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ*

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામકશ્રીની કચેરી-ગાંધીનગર અને આયુર્વેદ શાખા, નવસારી જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે જલાલપોર તાલુકાના  મરોલી બજારના કોળી સમાજની વાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો હતો. જેમાં નવસારીના લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ ‘આયુષ મેળા’ની મુલાકાત લઈ આડઅસર વિનાના આયુર્વેદ ઉપચાર પદ્ધતિને આધારે દિનચર્યા અને જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કર્યો હતો.

આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સૂવર્ણપ્રાશન, ગર્ભસંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા  વિવિધ આરોગ્ય માટે પોષણ યોગ્ય વાનગીઓ પ્રદર્શન મુકવામાં આવ્યું હતું . આયુષની વિવિધ પદ્ધતિઓની સમજણ બાલ્યાવસ્થાથી જ થઈ શકે તે માટે સ્કૂલના બાળકોને અને ગ્રામજનનોને આયુર્વેદની પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ પાઠક, જિલ્લા પંચાયત સભ્ય શ્રી શંકરભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રી  હેમલતાબેન પટેલ, નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયનાબેન પટેલ , આર.એમ. ડી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ બીલીમોરાના કેમ્પ ઇન્ચાર્જ ડૉ.પ્રાજકતા ઇંગોલે, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!