AHAVADANG

ડાંગ જિલ્લાના વઘઇ-સાપુતારા માર્ગ પર ગમખ્વાર અકસ્માત:- અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગનાં વઘઇ-સાપુતારા માર્ગ પર ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બાઇક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર, વઘઇ સાપુતારા હાઇવે પર આવેલા બાજ ગામ નજીકથી પસાર થઈ રહેલી એક મોટરસાયકલ.ન.જી.જે.30.સી.7762ને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર અડફેટમાં લીધી હતી.આ અકસ્માત એટલો ભીષણ હતો કે મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતનો ભોગ બનેલો ઈસમ વઘઇ તાલુકાના નાની દાબદર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જે પોતાની GJ−30−C−7762 રજીસ્ટ્રેશન નંબર ધરાવતી મોટરસાયકલ પર સવાર થઈને જઈ રહ્યો હતો. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.આ અકસ્માતની માહિતી મળતાની સાથે જ વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.એ.એ.ચાવડાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકના શવને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે..

Back to top button
error: Content is protected !!