AHAVADANG

ડાંગ:આહવાનગરમાં દીપડાની દહેશત:- મિશનપાડામાં CCTV ફૂટેજમાં દીપડો રહેણાક વિસ્તારમાં આંટા ફેરા મારતો જોવા મળ્યો..

 

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા શહેરમાં દીપડાની દહેશત ફરી એકવાર જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.આહવાનાં મિશનપાડા રહેણાક વિસ્તારમાં રાત્રિના સમયે દીપડાના આંટાફેરા CCTV કેમેરામાં કેદ થતા વનવિભાગ પણ હરકતમાં આવ્યુ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રિએ આહવાના મિશનપાડા વિસ્તારમાં એક દીપડો ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો હતો, જેના દ્રશ્યો આ વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયા હતા. આ ફૂટેજમાં દીપડો સોસાયટીના રસ્તાઓ પર શાંતિથી ચાલતો જોઈ શકાય છે.આ CCTV ફૂટેજ વાયરલ થતા જ મિશનપાડા સોસાયટીના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો છે.લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે અને બાળકોને પણ સાવચેત રહેવા જણાવાયું છે.આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગ તુરંત હરકતમાં આવ્યું છે. વનવિભાગના અધિકારીઓએ CCTV ફૂટેજ મેળવીને દીપડાના સગડ શોધવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત, સ્થાનિકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, આહવા વિસ્તારમાં અગાઉ પણ દીપડા દેખાયા હોવાના અને તેમને પાંજરે પૂરવામાં આવ્યા હોવાના કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર દીપડાની હાજરીથી વનવિભાગ અને સ્થાનિક રહીશો ચિંતિત બન્યા છે. વનવિભાગ દ્વારા દીપડાને ઝડપથી પાંજરે પૂરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે..

Back to top button
error: Content is protected !!