JAMNAGAR

કાલાવડ તાલુકા કક્ષાની ઓલ ઈન્ડિયા કવીઝ ઓન ફાઈનાન્સીયલ લીટરેસી RBI Quiz નું આયોજન કરવામાં આવ્યુ..

24 જુન 2023
વાત્સલ્ય સમાચાર
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા કક્ષાની ઓલ ઈન્ડિયા કવીઝ ઓન ફાઈનાન્સીયલ લીટરેસી RBI Quiz 2023 નું આયોજન કાલાવડ બી.આર.સી. દ્વારા બી.આર.સી. ભવન કાલાવડ ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમા કાલાવડ તાલુકાની સરકારી પ્રાથમિક તેમજ માઘ્યમિક શાળા મળીને કુલ ૧૦ ટીમે ભાગ લીધેલ હતો. જેમાં પ્રથમ નંબર આર.બી. તાલુકા શાળા વાવડી તથા દ્વિતિય નંબર શહિદ વિર હિતેન ઠેસીયા પ્રાથમિક શાળા તથા તૃતીય નંબર સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખંઢેરાનો આવેલ હતો. આ કાર્યફમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રજનીકાન્તભાઈ પટેલ સાહેબ હાજર રહયા હતા. સમગ્ર કાર્યફમનું આયોજન બી.આર.સી. કો- ઓર્ડિનેટરશ્રી સતીશભાઈ જે. કપુરીયા તેમજ સી.આર.સી. કો. ફળદુ અલ્પેશભાઈ તથા લોહિયા મનોજભાઈ અને બી.આર.સી. સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમા વિજેતા ટીમોના માર્ગદર્શક શિક્ષક અને વિદ્યાર્થીઓઅ ખૂબ જ ઘોને ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ સ્પર્ધાને ખૂબ જ રસપ્રદ બનાવી હતી. જેમા દરેક ભાગ લેનાર વિધાર્થીઓને પ્રમાણપત્ર આપી તેમજ ઈનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ પ્રથમ નંબરે વિજેતા આર.બી. તાલુકા શાળા ર કાલાવડ ટીમને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહન તથા અભિનંદન આપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!