વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના ચીખલી (લવચાલી) ગામ ખાતે એક યુવક અને તેના મોટા પપ્પા તથા પિતરાઈ ભાઈ સાથે જમીન બાબતે ઝગડો થતા મારામારી થઈ હતી.તેમજ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.સુબીર તાલુકાના ચીખલી (લવચાલી) ગામ ખાતે રહેતા અક્ષય મોતીરામ ગાયકવાડ (ઉ. વ.૨૮ )જે ચીખલી ગામે સુરજભાઈ શાંતારામભાઈ ચૌધરીના ખેતરમાં હાજર હતા.તે વેળાએ તેમના મોટા પપ્પા સુકીરાવભાઈ લાહનુંભાઈ ગાયકવાડનો દિકરો પ્રકાશભાઈ આવીને અક્ષયને કહેવા લાગેલ કે, “આંબાની કલમ લઈ આવેલ છે અને આ કલમો રોપવાના છે. ત્યાં તું કે તારા ઘરના ભાઈ તથા માતા આવશો નહિં જો આવશો તો તમારા હાડકા તોડી નાખીશું.” જે બાદ બંને પક્ષો ઉશ્કેરાઈ જતા ઝગડો થવા પામ્યો હતો.જેમાં સુકીરાવભાઈ લાહનુભાઈ ગાયકવાડ તથા તેમનો દીકરો પ્રકાશ અને અક્ષય તથા તેમના માતા એનલબેન તથા અક્ષયનો ભાઈ શ્રીરાજ વચ્ચે મારામારી થઈ હતી.તેમજ બંને પક્ષોએ એક બીજા ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.જેમાં અક્ષય ગાયકવાડ એ સુકીરાવભાઈ લાહનુભાઈ ગાયકવાડ તથા પ્રકાશ સુકીરાવભાઈ ગાયકવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવી હતી.અને સુકીરાવભાઈ લાહનુભાઈ ગાયકવાડ એ અક્ષય મોતીરામભાઈ ગાયકવાડ, એનલબેન મોતીરામભાઈ ગાયકવાડ અને શ્રીરાજ મોતીરામભાઈ ગાયકવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.હાલમાં આ બનાવને લઈને સુબીર પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…