DANGWAGHAI

Dang: વઘઇ મેઇન બજાર રોડથી રેલવે સ્ટેશન જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા રાહદારીઓમાં હાલાકી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ડાંગ જિલ્લામાં ગતરોજથી વરસાદની પધરામણી જોવા મળી હતી.ત્યારે વરસાદ ને પગલે વઘઈ મેઇન બજાર રોડથી રેલવે સ્ટેશન જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઇ ગયુ હતુ.ત્યારે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી   ગ્રામજનોએ સરપંચને લેખિતમાં રજૂઆત કરી હતી.વઘઈ બજારમાં મેઈન બજાર રોડથી રેલ્વે સ્ટેશન જતા રસ્તા ઉપર રામદેવ મોબાઈલની દુકાનથી સુરતી કલોથ સ્ટોર્સ સુધીના રસ્તા ઉપર ચોમાસા દરમ્યાન મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થઈ જાય છે. ત્યારે શુક્રવારના રોજ અને શનિવારનાં રોજ વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ હતુ.જે પાણી બજારના મેઈન રોડથી વહી આવી ગટર મારફતે રેલ્વે સ્ટેશન તરફના માર્ગે નિકાલ થતુ હતુ.પરંતુ હાલમાં ગટરનું પણ યેનકેન પ્રકારે પુરાણ થઈ ગયેલ હોઈ પાણી સીધુ રસ્તાના માર્ગે વહી આવી રામદેવ મોબાઈલની દુકાનથી સુરતી કલોથ સ્ટોર્સ સુધીમાં ભરાય જાય છે.અહી પાણીનો ભરાવો ઘણા દિવસો સુધી રહેવાથી રાહદારીઓને પણ ઘણીજ તકલીફ પડે છે. ત્યારે સ્થાનિક 20 થી 25 દુકાનદારો ને પણ ધંધાકીય મારનો સહન કરવો પડી રહ્યો છે. ઘણી વખત પાણીનો ભરાવો વધુ થવાથી નીચાણ વાળી દુકાનોમાં પણ પાણી ભરાય જાય છે.જેથી દુકાનદારને પણ નુકશાન વેઠવાનો વારો આવે છે.રસ્તા ઉપર પાણી ભરાવાથી ઘણી વખત બાઈક ચાલકો પણ સ્લીપ થવાથી ઈજાગ્રસ્ત બન્યા છે.

આ સમસ્યાના નિકાલ માટે ગ્રામ પંચાયત કચેરીમાં તથા તાલુકા પંચાયત કચેરીમાં પણ અગાઉના વર્ષે પણ રૂબરૂ મળી મૌખીક જાણ કરવામાં આવેલ છે.ગત વર્ષે પણ તાલુકા પંચાયત કચેરીમાં મૌખિક જાણ કરતા કામચલાઉ ધોરણે પાણીના નીકાલ માટે ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી  હતી.પરંતુ તેના  25 થી 30 દિવસમાં ફરી જે  પરસ્થિતી એજ જોવા મળી હતી. ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ વિધિવત ચોમાસુ શરૂ થવાનાં હોય આ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ સરપંચને લેખિતમાં રજૂઆત કરી હતી..

[wptube id="1252022"]
Back to top button