AHAVADANG

ડાંગ LCB પોલીસની ટીમને મોટી સફળતા મળી: ૪ વર્ષથી વોન્ટેડ આરોપીને સંગમનેર મહારાષ્ટ્રથી ઝડપી

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરીને સાપુતારા પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના કેસમાં છેલ્લા ૪ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના સંગમનેર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.અનડિટેક્ટેડ ગુનાઓને ડિટેક્ટ કરવા અને જિલ્લાના વોન્ટેડ આરોપીઓને પકડવા અંગે આપવામાં આવેલી સૂચનાઓ અન્વયે ડાંગના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.એલ.સી.બી.નાં પી.એસ.આઈ.જે.જી.અનડકટને  મળેલી ટેકનિકલ અને હ્યુમન સોર્સની બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, સાપુતારા પો.સ્ટે.ના વર્ષ ૨૦૨૨ના ગુનામાં વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણે મુંબઈથી નાસિક તરફ આવી રહ્યો છે.આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે મહારાષ્ટ્રના નાસિક અને સંગમનેર વિસ્તારમાં રેકી કરી હતી અને અંતે સંગમનેર ખાતેથી આરોપીને ઝડપી પાડી આગળની તપાસ માટે સાપુતારા પોલીસને સોંપ્યો હતો.પકડાયેલ ૪૯ વર્ષીય આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણે મૂળ મુંબઈના રહેવાસી છે.આ આરોપી વિરુદ્ધ વર્ષ ૧૯૯૭ થી ૨૦૧૮ સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી અને ફાયરિંગ જેવા ગંભીર પ્રકારના આશરે ૧૨ જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે..

Back to top button
error: Content is protected !!