AHAVADANG

ડાંગની આહવા-2 સીટ બની સૌથી હોટ: ત્રિપાંખિયો જંગ અને પરિવાર સામે પરિવાર લડશે ચૂંટણી જંગ…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

પેટા:-મામા સામે ભાણેજની પત્ની મેદાનમાં, ડાંગની આહવા-2 જિલ્લા બેઠક બની હોટ સીટ..

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.વિવિધ પક્ષોનાં આગેવાનો દ્વારા ડોર ટુ ડોર જઈ જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે,જેના કારણે જિલ્લાભરમાં ચૂંટણીની ગરમાહટ સ્પષ્ટપણે અનુભવાઈ રહી છે.જેમાં ડાંગ જિલ્લાની એકમાત્ર આહવા-2 જિલ્લા સીટ (એસ.સી. અનામત બેઠક) આ વખતે વિશેષ ચર્ચાનું કેન્દ્ર બની છે,આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો છે.આ બેઠક પર ભાજપ  પક્ષ તરફથી શ્રદ્ધાબેન તુષારભાઈ ખરે, જ્યારે કોંગ્રેસ તરફથી દિપકભાઈ અમૃતભાઈ પીંપળે અને બી.એસ.પી. પાર્ટી તરફથી ખુદ ડાંગ બી.એસ.પી પાર્ટીનાં પ્રમુખ મહેશભાઈ આહિરે મેદાનમાં છે.આ ચૂંટણીનો સૌથી રસપ્રદ પાસુ એ છે કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ પરિવાર સાથે નજીકથી જોડાયેલા છે. કોંગ્રેસના ઉમેદવાર દિપક પીંપળે અને ભાજપના ઉમેદવાર શ્રદ્ધાબેન ખરે વચ્ચે નજીકનો પારિવારિક સંબંધ છે.શ્રદ્ધાબેન, દિપક પીંપળેનાં ભાણેજ તુષાર ખરેની પત્ની હોવાને કારણે, આ મુકાબલો માત્ર રાજકીય જ નહીં પરંતુ પારિવારિક રંગ પણ ધારણ કરી ગયો છે.હાલમાં બન્ને પક્ષોના ઉમેદવારો આત્મવિશ્વાસ સાથે પોતાની જીતના દાવા કરી રહ્યા છે.આહવા-2 બેઠક ડાંગ ધારાસભ્ય વિજય પટેલના ગામ સાથે સંકળાયેલી હોવાને કારણે પણ આ સીટ પર રાજકીય વર્તુળોમાં વિશેષ નજર છે.જેમાં ચૂંટણીની તારીખ નજીક આવતાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે. હવે જોવાનું રહેશે કે આ અનોખા અને રસપ્રદ મુકાબલામાં મતદાતાઓ કોના તરફ ઝૂકે છે. તે આવનાર સમય જ બતાવશે..

Back to top button
error: Content is protected !!