
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશકુમાર ત્રિવેદીના અધ્યક્ષતામાં જિલ્લા સ્તરની “શ્રીમદ્ ભગવદ્ ગીતા” મહોત્સવ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે શ્લોક પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ ગીતાના મુખ્ય સિદ્ધાંતો જેમ કે, ‘કર્મણ્યેવાધિકારસ્તે’ અને ‘આત્માની અમરતા’ ગીતાના મુખ્ય સંદેશ – નિષ્કામ કર્મ અને ધર્મપાલન વિશે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું અને સાથે સાથે “હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી” અપનાવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રી અમરસિંહ એ ગાંગોડા, જિલ્લા સંસ્કૃત બોર્ડના નોડલશ્રી ઉર્મિલાબેન માહલા, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો જિલ્લા સંસ્કૃત બોર્ડની ટીમ અને શાળાના તમામ વિધાર્થીઓ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યાં હતાં.





