AHAVADANG

ડાંગ જિલ્લામાં જૂન માસ દરમિયાન ૧૬૮૪ ખેડુતોને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજય સરકાર દ્વારા, તથા રાજયપાલશ્રીના માર્ગદર્શન હેઠળ આ બાબતે ઝુંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે.

ચાલુ વર્ષના અંત સુધીમાં રાજયમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તથા દરેક ગ્રામ પંચાયતમાં એક મોડલ ફાર્મ તૈયાર કરવાનો નિર્ધાર રાજ્ય સરકારશ્રીનો છે. જે અંતર્ગત દરેક પાંચ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ તાલીમમાં યોજવામાં આવી રહી છે.

ડાંગ જિલ્લામાં ગત જૂન માસમાં કુલ ૨૦ ક્લસ્ટર દીઠ ૬૨ જેટલી પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમો યોજાઇ હતી. જેમાં કુલ ૧૬૮૪ ખેડુતોને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરાયા હતા. તારીખ ૧૫ જૂલાઇ સુધી ૧૫૨ તાલીમોનું આયોજન કરવામાં આવેલ છે.

આ તાલીમોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા નિમેલા માસ્ટર ટ્રેનરો દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખનો ઉપયોગ વિશે ખુબ ઊંડાણ પૂર્વક માહિતી આપી આ તમામ વસ્તુઓ પોતાના ઘરે કેવી રીતે બનાવવી અને તેનો ખેતીમાં ઉપયોગ કઇ રીતે કરી શકાય તેના વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ મોડેલ ફાર્મ થી પણ ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!