AHAVADANG

ડાંગ જિલ્લાનાં બિલમાળ ગઢનાં સંત અનેકરૂપી મહારાજનાં હસ્તે સાપુતારામાં મેઘા ફૂડ કોર્ટનો શુભારંભ..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારામાં શાકાહારી પ્રવાસીઓ માટે વિવિધ વાનગીઓનો વિશાળ મેનુ ધરાવતા “મેઘા ફૂડ કોર્ટ”નો પૂજ્ય સંત અનેકરૂપી મહારાજનાં હસ્તે શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગિરિમથક સાપુતારા આવતા સ્વાદરસિયા સહેલાણીઓ માટે મેઘા ફૂડ કોર્ટ આકર્ષણનું નવું કેન્દ્ર બન્યું છે. અહીં ડાંગી, સુરતી, કાઠિયાવાડી, પંજાબી તેમજ ચાઈનીઝ વાનગીઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ખાસ કરીને પરિવાર સાથે આવતા પ્રવાસીઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને મનોરંજનની સુવિધાઓ સાથે આરામદાયક બેઠક વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.આ ફૂડ કોર્ટના આયોજક ચિરાગભાઈ મહેન્દ્રભાઈ દેશપાંડેએ જણાવ્યું હતુ કે, પ્રવાસીઓને સ્વચ્છતા, ગુણવત્તા અને વિવિધ સ્વાદનો શ્રેષ્ઠ અનુભવ મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.એક જ સ્થળે અનેક પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ થતાં સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ઉનાળાની રજાઓ દરમિયાન સાપુતારામાં પ્રવાસીઓની વધતી અવરજવર વચ્ચે “મેઘા ફૂડ કોર્ટ” પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ ઉભી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..

Back to top button
error: Content is protected !!