AHAVADANG

ડાંગ જિલ્લાએ ધોરણ-10 એસ.એસ.સી બોર્ડનાં પરીણામમાં રાજ્યમાં છઠ્ઠો ક્રમ હાંસલ કર્યો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પેટા:-રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનું ધોરણ 10 (SSC) બોર્ડનું 88.17 ટકા પરિણામ જાહેર થયુ..

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-2026માં લેવાયેલી ધોરણ-10 માધ્યમિક (એસ.એસ.સી) બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં ડાંગ જિલ્લાનું ધોરણ 10 (એસ.એસ.સી ) નું 88.17 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.આ પરિણામ સાથે ડાંગ જિલ્લો  એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં છઠ્ઠા ક્રમે રહ્યો છે.ડાંગ જિલ્લામાં 11 કેન્દ્રો ખાતે કુલ 3448 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાથી કુલ 3040 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.આ 11 કેન્દ્રોમાં અનુક્રમે (1) આહવા 5801 કેન્દ્ર ખાતે 718 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમાંથી 629 પાસ થતા 87.60 ટકા પરિણામ મેળવેલ છે.(2) માલેગાવ 5803 કેન્દ્ર ખાતે 508 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમાંથી 468 પાસ થતા 92.13 ટકા પરિણામ મેળવેલ છે, (3) સુબીર 5804 કેન્દ્ર ખાતે 432 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 402 પાસ થતા 93.06 ટકા પરિણામ મેળવેલ છે, (4) સાપુતારા 5805 કેન્દ્ર ખાતે 458 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 407 પાસ થતા 88.86 ટકા પરિણામ મેળવેલ છે.

(5) પિંપરી 5806 કેન્દ્ર ખાતે 199 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમાંથી 178 પાસ થતા 89.45 ટકા પરિણામ જોવા મળ્યુ છે, (6) સાકળપાતળ 5807 કેન્દ્ર ખાતે 218 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમાંથી 146 પાસ થતા 66.97 ટકા પરિણામ મેળવેલ છે. અને

(7) ચિંચલી 5808 કેન્દ્ર ખાતે 209 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમાંથી 200 પાસ થતા 95.69 ટકા પરિણામ મેળવેલ છે.(8) પીપલદહાડ 5809 કેન્દ્ર ખાતે 150 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમાંથી 145 પાસ થતા 96.67 ટકા પરિણામ (9) કાલીબેલ 5810 કેન્દ્ર ખાતે 99 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 82 પાસ થતા 82.83 ટકા પરીણામ (10) રંભાસ 5812  કેન્દ્ર ખાતે 256  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 196 પાસ થતા 76.56 ટકા પરિણામ (11) વઘઈ 5802  કેન્દ્ર ખાતે 201 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમાંથી 187 પાસ થતા 93.03 ટકા પરિણામ જાહેર કરાયું છે.ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડનાં ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની યાદી પર નજર કરીએ તો (1)A-1 ગ્રેડમાં 56 વિદ્યાર્થીઓ (2)A-2 ગ્રેડમાં 330 વિદ્યાર્થીઓ (3)B-1 ગ્રેડમાં 572 વિદ્યાર્થીઓ (4)B-2 ગ્રેડમાં 847 વિદ્યાર્થીઓ,(5)C-1 ગ્રેડમાં 869 વિદ્યાર્થીઓ, (6)C-2 ગ્રેડમાં 354 વિદ્યાર્થીઓ. જ્યારે (7) D- ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓ નોંધાયા છે.આમ ડાંગ જિલ્લાનું કુલ પરિણામ ટકા: 88.17% આવ્યુ છે.ડાંગ જિલ્લામાં ધોરણ 10ની 100 ટકા વાળી કુલ 18 શાળાઓનો સમાવેશ થયો છે.જેમાં (1) જનતા હાઇસ્કુલ શામગહાન-100 ટકા (2) સરકારી માધ્યમિક શાળા લહાનચર્યા-100 ટકા (3)સરકારી માધ્યમિક શાળા પીપલાઈદેવી-100 ટકા (4) સરકારી માધ્યમિક શાળા લવચાલી-100 ટકા (5)સરકારી માધ્યમિક શાળા માળગા-100 ટકા (6)દિપદર્શન માધ્યમિક શાળા આહવા-100 ટકા (7)સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર માલેગામ-100-ટકા (8)દિપ દર્શન અંગ્રેજી મીડીયમ આહવા-100 ટકા (9)સંત અન્ના રેસિડેન્શિયલ સ્કૂલ સાપુતારા-100 ટકા (10)નવજ્યોત હાઈસ્કૂલ સુબીર-100 ટકા (11)અંધજન મા. અને ઉ.મા. શાળા, શિવારીમાળ-100 ટકા (12)એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ આહવા-100 ટકા (13)એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સાપુતારા-100 ટકા (14)એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ ચિંચલી-100 ટકા (15)આદર્શ નિવાસી કન્યા આહવા-100 ટકા (16)આદર્શ નિવાસી કન્યા સાપુતારા-100 ટકા (17)એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ ગારખડી-100 ટકા (18)એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ મહાલ-100 ટકા મેળવ્યા છે.જેમાં 1 થી 6 ક્રમ સુધીમાં ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓમાં અનુક્રમે (1) આયુષભાઈ દિનકરભાઈ ઠેગર – 95 ટકા -દિપદર્શન માધ્યમિક શાળા આહવા, (2) ઉદયભાઇ સંજયભાઇ ભોયે- 94.83 ટકા – એકલવ્ય મો.રે.સ્કૂલ,આહવા (3) બિંદિયાબેન અજીતભાઈ બિરારી – 94.66 ટકા- એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ માલેગામ (4) મિલિંદભાઈ અરુણભાઈ ગાવિત – 94.50 – દિપદર્શન માધ્યમિક શાળા આહવા,(5) વિપુલભાઈ દિલીપભાઇ ગાવીત- 94.50 ટકા-એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ આહવા (6) ખુશીબેન મુકેશભાઇ ભોયે- 94 ટકા  એકલવ્ય મો.રે.સ્કૂલ,આહવાનો સમાવેશ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-2026મા લેવાયેલ પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ, ડાંગ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા તેમજ જિલ્લા શિક્ષણાધીકારી જિજ્ઞેશકુમાર ત્રિવેદી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!