AHAVADANG

ડાંગ જિલ્લાનાં શામગહાન વિસ્તારનાં 750 થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે.ચૂંટણી આવતાની સાથે જ ડાંગ જિલ્લાનાં રાજકારણમાં મૌસમનો પલટો જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લામાંથી મોટાભાગનાં ગામડાઓના કૉંગ્રેસનાં પાયાનાં કાર્યકર્તાઓ પંજાનો હાથ છોડી ભાજપાનો ભગવો ધારણ કરી રહ્યા છે.ડાંગ જિલ્લાનો શામગહાન વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતો હતો. પરંતુ આંતરિક વિખવાદનાં કારણે આજરોજ નીરગુંડમાળ,જાખાના,ભાપખલ,ચીખલી,ગુંદિયા,માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતનાં 750 થી વધુ કૉંગ્રેસનાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે.ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હોય તેવુ જણાઈ રહ્યું છે.ડાંગ જિલ્લાનો શામગહાન વિસ્તારને કોંગ્રેસના ગઢ તરીકે ગણવામાં આવે છે.ત્યારે આજરોજ ડાંગ જિલ્લા પંચાયતનાં બાંધકામ સમિતિનાં અધ્યક્ષ અને ભાજપાનાં કદાવર નેતા ચંદરભાઈ ગાવિતનાં માર્ગદર્શન હેઠળ 750થી વધુ કૉંગ્રેસી કાર્યકરોએ પંજાનો હાથ છોડી ભાજપાનો ભગવો ધારણ કર્યો છે.દેશમાં મોદી સરકાર દ્વારા વિકાસલક્ષી કાયા પલટ થઈ હોવાથી કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં કાર્યકરો જોડાતા ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા ભાજપા સંગઠનનાં પ્રભારી રાજેશ દેસાઈ,ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,મહામંત્રી હરિરામભાઈ સાંવત,રાજેશભાઈ ગામીત,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈનની ઉપસ્થિતમાં કાર્યકરોને ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં આવકારવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, શામગહાન વિસ્તારનાં કદાવર આગેવાન ચંદરભાઈ ગાવિત અગાઉ કોંગ્રેસમાં હતા.પરંતુ કોંગ્રેસ છોડીને તેઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે આજે તેમના સમર્થકો પણ કોંગ્રેસે છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.ત્યારે આમ કોંગ્રેસનાં 750 કરતા વધુ કાર્યક્રમ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થશે કે ફાયદો તે અંગે અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.આ પ્રસંગે ભાજપાનાં આગેવાનોમાં,ચંદરભાઈ ગાવીત, મંગળભાઈ ગાવીત,હરીશભાઈ બચ્છાવ,આશિષભાઈ દેસાઈ,આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, સતિષભાઈ સેદાણે, હીરાભાઈ રાઉત,કમળાબેન રાઉત,શંકરભાઈ પવાર,સુભાસભાઈ ગાઈન ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!