વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
શિક્ષણ સાથે સંસ્કૃતિનું સિંચન કરવાના ધ્યેયથી એક રોટી ગાય કી અભિયાન શરુ કરનાર પ્રીત ફાઉન્ડેશન દ્વારા નવસારી બી. આર. ફાર્મ ખાતે ગૌ સેવા સમર્પણ પુરસ્કારનુ આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા એક વર્ષથી ૬૦ શાળાઓ અને આશરે ૪૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના સહયોગથી એક રોટી ગાય કી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં બાળકો ઘરથી રોટલી લાવે જે સંસ્થાના સ્વયં સેવકો દ્વારા ગૌ શાળા સુધી પહોંચાડવામાં આવે છે. આ અભિયાન પૂર્ણ થતાં સહયોગી સૌ શાળાનું સન્માન કરવા માટેના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં જાણીતા સમાજસેવી મહેશભાઈ સવાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતાં. તેમણે આ અભિયાનને બિરદાવ્યું હતું અને તેમના દ્વારા સંચાલિત શાળાઓમાં આ અભિયાન શરુ કરવા માટે પણ અપીલ કરી હતી. સાથે જ નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુનિલ અગ્રવાલે પણ અભિયાનને બિરદાવ્યું હતું.